લોકસભામાં મહાસંગ્રામ
લોકસભામાં મનીષ તિવારીએ કહ્યું-ચૂંટણી ઊટખને બદલે બેલેટ પેપરથી થાય: દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મંગળવારે, શિયાળુ સત્રના 7મા દિવસે, લોકસભામાં પ્રશ્ર્નકાળ પછી, કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ ચૂંટણી સુધારા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) પર ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું કે ચૂંટણીઓ નિષ્પક્ષ હોવી જોઈએ અને દરેક નાગરિકને કોઈપણ ભેદભાવ વિના મતદાન કરવાનો અધિકાર મળે.
તેમણે કહ્યું કે દેશમાં જે જઈંછ ચાલી રહ્યું છે તે ગેરકાયદેસર છે. બંધારણમાં સમગ્ર રાજ્યમાં એક સાથે જઈંછની કોઈ જોગવાઈ નથી, અને તેને તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ. કોઈપણ વિધાનસભા/લોકસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાં ગોટાળાના કિસ્સામાં જ આ કરી શકાય છે, પરંતુ તેના માટે લેખિતમાં કારણ પણ આપવું પડે છે.
આ સાથે તિવારીએ કહ્યું કે દેશમાં ચૂંટણી પહેલા સીધી રોકડ ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકવો જોઈએ, ચૂંટણી ઊટખને બદલે બેલેટ પેપર દ્વારા થવી જોઈએ. ઉપરાંત, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને ઈઉંઈંને ચૂંટણી કમિશનરની પસંદગી કરતી સમિતિમાં સામેલ કરવા જોઈએ.
તેમણે કહ્યું કે સૌથી મોટા ચૂંટણી સુધારા રાજીવ ગાંધીએ કર્યા હતા. રાહુલ ગાંધી પણ આજે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી શકે છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ 10 ડિસેમ્બરે જવાબ આપશે. બે દિવસીય ચર્ચામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ નિશિકાંત દુબે, પીપી ચૌધરી, અભિજીત ગંગોપાધ્યાય અને સંજય જયસ્વાલ ભાગ લે તેવી અપેક્ષા છે. કોંગ્રેસના દસ નેતાઓ ભાગ લેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સુધારાની પ્રાથમિક જરૂરિયાત 2023ના કાયદામાં સુધારો કરવાની છે. તિવારીએ માંગ કરી કે, આમાં બે અન્ય સભ્યોને જોડવામાં આવે. ચૂંટણી પંચની નિયુક્તિની કમિટીમાં સરકાર અને વિપક્ષના બે-બે લોકો હોવા જોઈએ. આ સિવાય તેમાં ઈઉંઈંનો પણ સમાવેશ કરવો જોઈએ.
મનીષ તિવારીએ કહ્યું કે ચૂંટણી પંચ પાસે જઈંછનો કાયદેસર અધિકાર નથી, પરંતુ જો તમે આ કરી રહ્યા છો, તો મશીન-રીડેબલ યાદી કેમ ન આપો?
તેમણે પક્ષપલટા વિરોધી કાયદા પર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે તેમાં વારંવાર સુધારા કરવામાં આવ્યા છે. 2014 પછી, તે એક મેગામાર્ટ એક્ટિવિટી બની ગઈ છે.
એક રિસર્ચ કરાવીને જુઓ કે 1950 થી 1985 સુધી આ ગૃહમાં ચર્ચાની ગુણવત્તા શું હતી અને 1985 થી 2025 સુધી તે કેવી હતી. મનીષ તિવારીએ કહ્યું કે મારી ત્રણ માંગણીઓ છે.
ઈઉંઈંની નિમણૂકને લગતા કાયદામાં ફેરફાર કરો. તેમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને ઈઉંઈંને સામેલ કરો. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) બંધ કરો. ફક્ત એટલા માટે કે કોઈએ કાયદાની અગાઉથી સમીક્ષા કરી નથી તેનો અર્થ એ નથી કે જે થઈ રહ્યું છે તે યોગ્ય છે. ચૂંટણી પહેલા સીધા રોકડ ટ્રાન્સફર બંધ કરવી જોઈએ.



