મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને ભાજપ ગઠબંધનવાળી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે શિંદે જૂથ આસાનીથી ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે.
તો વળી બીજી બાજૂ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે માન્યતા મળી ગઈ છે. હવે ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો જેમાં તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ સામેલ છે. તેના પર શિંદે સરકારના સમર્થનમાં વોટ નાખવાનું પ્રેશર છે, જો તે આવું નહીં કરે તો, તેમના પર એક્શન લેવાઈ શકે છે.
- Advertisement -
Eknath Shinde-led govt reaches the majority mark of 144 in the Maharashtra Assembly, head count still going on. pic.twitter.com/4Gsh2PdTxQ
— ANI (@ANI) July 4, 2022
- Advertisement -
ધ્વનિમત પર વાંધો, હવે થશે વોટિંગ
વિધાનસભામાં વિપક્ષે ધ્વનિમતથી બહુમત સાબિત કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ હવે વોટિંગથી ફ્લોર ટેસ્ટ થશે. તેમાં બે જૂથના ધારાસભ્યો અલગ અલગ બેસીને હેડકાઉંટ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યવાહી શરૂ
મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે શિંદે સરકારે બહુમત સાબિત કરવાનો છે.