જય અલખધણી… ઈશ્ર્વર પર ગજબનો ભરોસો
સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. બપોરના સમયે તો ઘર કે ઓફિસની બહાર નીકળવું જાણે અશક્ય બન્યું છે. ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર એક મહારાજ ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળ્યા હતા. પ્રાથમિક નજરે જોતા આપણને તેના પર ચોક્કસ દયા આવી જાય. કારણકે, દિવસ દરમ્યાન ખુબજ ગરમી પડી રહી છે ત્યારે આ મહારાજે પોતાના શરીરને પૂરું ઢાંક્યું પણ નથી અને ફક્ત એક જ વસ્ત્ર પહેરેલું છે. આ સિવાય મહારાજના પગમાં પગરખાં પણ જોવા મળી રહ્યા નથી. તેમના હાથમાં એક નાનું એવું પાત્ર છે, થેલો છે અને મહારાજ ભગવાનની યાદમાં ડગ માંડી રહ્યાં છે. જો કે ઈશ્વર પર તેમનો ભરોસો ખરેખર વખાણવા લાયક છે.