13 સપ્ટેમ્બરથી પ્રારંભ, અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ, દીપમાળા સહિત કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જુનાગઢ જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તા. 13 સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળા નો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારાતૈયારીઓ થઈ રહી છે વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે જેમાં આગામી તા.13 સપ્ટેમ્બર શુક્રવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારે એ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે આભૂષણઓમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ કાખઘોડી પોખરાજ ઈત્યાદી 18 જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉર્સના બીજો દિવસ આરામનો દિવસ રહે છે
- Advertisement -
અને તા. 15ને રવીવારના રોજ રાત્રિના મેંદી યાને કે દીપમાળાનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દાતાર બાપુની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે ત્યાર પછીના દિવસોમાં મહાપર્વ ઉર્સ માં લોકો દાતાર બાપુના દર્શન અને દીદાર માટે ઉમટી પડે છે અને ચાર દિવસના આ મેળામાં દાતાર બાપુના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં દાતારની ટેકરીના ત્રણ હજાર પગથિયાં યડી ઉપર જઈ ચડે છે દાતાર બાપુના આ મહાપર્વ ઉર્સમાં પધારેલા તમામ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે દાતાર ની જગ્યા ના મહંતોની ઉજળી પરંપરા એ રહી છે કે દાતારની જગ્યાના મહંત કોઈ દિવસ નીચે યાને જુનાગઢ આવતા નથી અને જગ્યા છોડી ક્યારેય પણ તેઓ ક્યાંય વિચરણ કરતા નથી એ એક ઉજળી પરંપરા રહી છે જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુએ પણ પોતાનું આજીવન દાતાર બાપુની જગ્યામાં દિન દુખિયાની સેવા કરવામાં જીવનખપાવી દીધું બંને મહંતોની સમાધિઓ પણ અહીં આવેલી છે જેના લોકો દર્શન કરે છે.