મહાલક્ષ્મી વ્રત દરમિયાન લક્ષ્મીજીની પૂજા અને ઉપાયો ખૂબ જ ઝડપથી અસર બતાવે છે. આ 16 દિવસ મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વર્ષનો શ્રેષ્ઠ સમય છે.
ભાદરવા મહિનાના સુદ આઠમથી મહાલક્ષ્મી વ્રત શરૂ થઈ રહ્યા છે. ધનની દેવી મા લક્ષ્મીને સમર્પિત આ વ્રત 16 દિવસનો હોય છે. આ વર્ષે આ વ્રત 4 સપ્ટેમ્બર 2022થી શરું થશે અને 17 તારીખે પૂરો થશે. આ 16 દિવસ મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વર્ષનો શ્રેષ્ઠ સમય છે. આ દરમિયાન મહાલક્ષ્મીનો વ્રત, પૂજા અને ઉપાયો ખૂબ જ ઝડપથી અસર બતાવે છે. મા લક્ષ્મીની કૃપાથી અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
- Advertisement -
યુધિષ્ઠિર એ કર્યો હતો મહાલક્ષ્મી વ્રત
મહાલક્ષ્મી વ્રત ખૂબ જ પ્રભાવશાળી હોય છે. આ વ્રતનું મહત્વ સ્વયં ભગવાન કૃષ્ણએ જણાવ્યું છે. મહાભારત કાળમાં જ્યારે પાંડવ પુત્ર યુધિષ્ઠિર જુગારમાં બધુ જ હારી ગયા ત્યારે ભગવાન કૃષ્ણે તેમને મહાલક્ષ્મી વ્રત રાખવાની સલાહ આપી હતી. એ પછી યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ સાથે મળીને ઈન્દ્રપ્રસ્થ શહેરની સ્થાપના કરી હતી. એવું માનવામાં આવે છે કે મહાલક્ષ્મી વ્રત રાખવાથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની જાય છે.
ધન પ્રાપ્તિ માટે મહાલક્ષ્મી વ્રત સમયે અચૂક કરો આ ઉપાય
– મહાલક્ષ્મી વ્રત દરમિયાન હાથી પર બેસીને દેવી લક્ષ્મીની પૂજા કરી શકાય છે. સાથે જ વિધિ પ્રમાણે શ્રી યંત્રની વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી તેની ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. આમ કરવાથી ધન અને સમૃદ્ધિની કમી નહીં થાય.
– મહાલક્ષ્મીની પૂજા કરતાં સમયે ચાંદીના જૂના સિક્કા સાથે કેસર અને હળદરથી પૂજા કરો. પછી એ સિક્કાને તિજોરીમાં રાખી દો. આવું કરવાથી ધન અને સંપત્તિમાં ઝડપથી વધારો થશે.
-મહાલક્ષ્મી વ્રતના દિવસે સાંજે મા લક્ષ્મીના ચરણોમાં સાત કોડીઓ અર્પણ કરો અને પછી વિધિ-વિધાનથી પૂજા કરો. એ પછી તેને ઘરના કોઈપણ ખૂણામાં દાટી દો. આવું કરવાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી બદલાવ આવશે.
-મહાલક્ષ્મી વ્રતના દિવસે મા લક્ષ્મીને ખાસ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ, આ સાથે જ સફેદ મીઠાઈનો ભોગ લગાવો જોઈએ. આવું કરવાથી લક્ષ્મીજી જલ્દી પ્રસન્ન થાય છે.
– મહાલક્ષ્મી વ્રતના 16 દિવસ દરમિયાન દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા અથવા કોઈપણ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. આમ કરવાથી ધન યોગ બને છે.