ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે મહાખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં મહાખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. સરકારની ખેડૂત અંગેની નીતિઓ અને યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્તે યાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.


