મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કૌભાંડ કેસમાં એપના માલિક રવિ ઉપ્પલની UAEમાં ધરપકડ કરવામાં આવી છે.
મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના માલિકની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. એપ ચલાવવામાં મુખ્ય બે લોકો સામેલ થયા, જેમાંથી એક છે રવિ ઉપ્પલ. મીડિયા રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ED ના અધિકારીઓ હવે તેને ભારત લાવવા માટે દુબઈના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.
- Advertisement -
શું છે સમગ્ર મામલો ?
નોંધનીય છે કે છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ છેલ્લા ઘણા સમયથી આ કેસમાં તપાસ કરી રહી છે, સાથે સાથે ED પણ તપાસમાં જોડાઈ છે. EDએ રાયપુરમાં PMLA કોર્ટ સામે રવિ ઉપ્પલ તથા સૌરભ ચંદ્રાકર સામે કેસ દાખલ કર્યો હતો. ઉપ્પલ અને સૌરભ બંને આ એપ પરથી મની લોન્ડરિંગ તથા હવાલાના લેણદેણ કરતાં હતા. UAE થી જ બેઠા બેઠા કુલ છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની આશંકા છે. સૌથી મુખ્ય મુદ્દો એ છે કે EDનો દાવો છે કે આ બંને માલિકો છત્તીસગઢના મોટા મોટા ધિકારીઓ તથા નેતાઓને પૈસા મોકલાવતો હતો. ઉપ્પલે હજુ ભારતની નાગરિકતા છોડી નથી પરંતુ વાનુઅતુ નામના એક નાનકડા ટાપુ દેશનો પાસપોર્ટ લીધો છે.
In a significant success for the Enforcement Directorate, Dubai Police yesterday arrested Ravi Uppal, one of the two prime accused in the Mahadev Book online betting syndicate. Uppal may soon be extradited to India pic.twitter.com/r5pDdlxuR9
— ANI (@ANI) December 13, 2023
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી પર અબજો રૂપિયા લેવાનો આરોપ
સાતમી નવેમ્બરે ED દ્વારા ઈન્ટરનેશનલ પોલીસ સામે માંગ કરવામાં આવી હતી કે ઉપ્પલ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરે. સમગ્ર કેસમાં ED દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે આ આરોપ હજુ સુધી સાબિત થયા નથી અને તપાસ ચાલુ છે.
બોલિવૂડ હસ્તીઓને લગ્નમાં બોલાવ્યા હતા
નોંધનીય છે કે સૌરભ ચંદ્રાકરે યુએઈમાં જ અબજો રૂપિયા ખર્ચ કરીને અતિભવ્ય લગ્ન કર્યા હતા. લગ્નની પાર્ટીમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, કપિલ શર્મા, હિના ખાન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓને પૈસા આપીને બોલાવવામાં આવી હતી. એજન્સીને આશંકા છે કે આ તમામ સેલિબ્રિટીઝને કૌભાંડની કમાણીમાંથી જ રૂપિયામાં આવ્યા હતા.