શ્રાવણ માસના સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં ખાસ પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે.જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવો આભાસ થાય છે.ત્યારે આ વર્ષે શ્રાવણ માસના ચાર સોમવારની સાથે પૂનમ ,અમાસ તેમજ માસિક શિવરાત્રીના દિવસે પણ પાલખીયાત્રાનું આયોજન કરાયું છે.ગઈકાલે બીજા સોમવારે પાલખી પૂજન સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને ટ્રશ્રાવણ માસના સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં ખાસ પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે.જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવો આભાસ થાય છે.ત્યારે આ વર્ષે શ્રાવણ માસના ચાર સોમવારની સાથે પૂનમ ,અમાસ તેમજ માસિક શિવરાત્રીના દિવસે પણ પાલખીયાત્રાનું આયોજન કરાયું છે.ગઈકાલે બીજા સોમવારે પાલખી પૂજન સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.સ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત લોકોને ટ્રાફિક સમયે મદદ મળી રહે તેવા હેતુસર વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે.જે સામાન્ય રીતે ઊંચાઈએ બનાવવામાં આવ્યા છે.જેથી ટ્રાફિક સમયે પણ લોકોનું ધ્યાન ખેચાય અને હેલ્પ ડેસ્ક સુધી સરળતાથી પહોંચી શકે.
- Advertisement -
ભરૂચથી 7 લોકો પગપાળા મહાદેવના દર્શને પહોંચ્યા
આરતી દરમિયાન ભરૂચથી પગપાળા નર્મદા માતાનું પવિત્ર જળ લઈને યુવાનો મહાદેવના અભિષેક માટે પધાર્યા હતા. પવિત્ર નર્મદાજળથી મહાદેવનો અભિષેક કરી તેમણે આધ્યાત્મિક તૃપ્તિ અને ભક્તિની અનુભવી હતી.ત્યારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવની દિવ્યતાને વધુ ઉજાગર કરે છે.