ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
હિંદવા શૂરવીર યોદ્ધા સિસોદીયા કુળદીપક શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મજયંતી નિમિત્તે તા. 9 ને રવિવારના રોજ સવારે 8-30 કલાકે સોરઠીયાવાડી ચોક, શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્ય જન્મજયંતીનું આયોજન કરેલું છે જેમાં સવારે મહાઆરતી, પુષ્પાંજલી અને મહારાણા પ્રતાપ વંદનાનું ભવ્ય આયોજન શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ જન્મજયંતીના પવિત્ર કાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ તથા ક્ષત્રિય રાજપૂત સમાજને ભાવભર્યુ આમંત્રણ છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સીલ તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા થઈ રહ્યું છે. હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી તા. 9ના શુભ દિવસે રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા જયવંતબાઈની કુખે જન્મેલા ત્યાગ, બલિદાન, શૌર્ય, સમર્પણની મુરતરૂપ શ્રી મહારાણા પ્રતાપસિંહજીનો જન્મ જેઠ સુદ 3 વિક્રમ સંવત 1597ના દિવસે થયેલ હતો.
- Advertisement -
પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભૂમિ અને ક્ષાત્રધર્મ માટે ન્યોચ્છાવર કરનાર મહાન હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીને કોટી કોટી વંદન. શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જીવનમાંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું, ખૂબ જ મુશ્કેલી અને કઠોર સમયમાંથી પસાર થયેલ છે. એમણે અનેક ધર્મયુદ્ધો લડ્યા અને જીતેલા છે. તેમાંથી બે મોટા યુદ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુદ્ધમાં દિવેરનું યુદ્ધ અને હલદીઘાટીનું યુદ્ધ જગપ્રસિદ્ધ છે. હલદીઘાટીનું યુદ્ધ અકબરની 80,000 સેના સામે આશરે મેવાડી સેના 20,000 સૈનિકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હતી.