યોગેશભાઈના જન્મદિન નિમિત્તે રક્તદાન… મહાદાનના સૂત્રને સાર્થક કરશે પુજારા ટેલિકોમ પરિવાર
શુક્રવાર સવારથી પુજારા ટેલિકોમ-સરદારનગર ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પુજારા ટેલિકોમના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઇ પુજારાના 63માં જન્મદિવસ નિમિત્તે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ 3 જાન્યુઆરી, 2025 શુક્રવારના રોજ સવારે 11:00થી સાંજના 5:00 વાગ્યા સુધી પુજારા ટેલિકોમ, સરદારનગર મેઇન રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યો છે. યોગેશ પુજારા બિઝનેસની સાથે સામાજીક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહીને સમાજમાં પોતાનું અનેરૂ યોગદાન પુરૂ પાડે છે. તેઓ દર વર્ષ પોતાના જન્મ દિવસ પર ઉજવણીની જગ્યાએ સામાજીક કાર્યો કરે છે. આ વર્ષ યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પમાં સૌને સ્વૌચ્છિક રક્તદાન કરવા માટે પુજારા ટેલિકોમ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.