જૂનાગઢ અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની શાપુર ખાતે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી શાપુર ગામના બંગલાપટમાં ડીજે સાઉન્ડ અને ભવ્ય લાઈટિંગ સાથે સંધ્યા મહાઆરતીના સમયે સમગ્ર ગામમાં ઘરે ઘરે દીવા ઝગમગી ઉઠ્યા હતા તેમજ મહાઆરતીમાં લોકો હાથમાં દિવડા લઈ રામલલ્લાની આરતી કરી હતી આ સમયે દીકરીઓ રામ,સીતા, તેમજ લક્ષ્મણજીની વેશભૂષામાં આવ્યા તે સમયે લોકોએ તેમના પર પુષ્પવર્ષા કરી હતી આ સમયે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને જય શ્રી રામના નાદ સાથે લોકોએ આ સમયે મીની અયોધ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
શાપુર ગ્રામજનો દ્વારા પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં બિરાજતા ભવ્ય મહાઆરતી

Follow US
Find US on Social Medias