સ્વ.મનુભાઈ બાંભણિયાના પત્નીને સહાયનો હુકમ એનાયત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સતત છેવાડાના માનવીની મદદ માટે તત્પર અને કટિબદ્ધ છે.જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ અકસ્માતનો ભોગ બનનાર અને હિટ એન્ડ રન સ્કીમ હેઠળ આવરી શકાય તેવા લોકોના પરિવારજનોની ઓળખ કરી તેને સહાય આપવાની કાર્યવાહી વહિવટી તંત્રએ કરવા સૂચના આપેલ હતી.
- Advertisement -
કમ્પેનશન ટુ વિક્ટીમ ઓફ હિટ એન્ડ રન મોટર એકસીડન્ટ સ્કીમ 2022ની જોગવાઈ મુજબ અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં તેના સીધીલીટીના વારસદારઓને રકમ રૂપિયા બે લાખ તથા ગંભીર ઈજાના કેસમાં રકમ રૂપિયા પચાસ હજારની ચૂકવવા સરકારની જોગવાઈ થયેલ છે. જે અન્વયે તા.22/07/2024 ના રોજ ધરતી હોટેલની સામે,વેળવા, તા.કોડીનાર ખાતે અકસ્માતમાં મુત્યુનો ભોગ બનનાર સ્વ.મનુભાઈ માંડણભાઈ બાંભણિયાનું અકસ્માત કરનાર વાહન ચાલકની ઓળખ ન થતાં,ક્લેઈમ ઇન્કવાયરી ઓફિસર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,ઉના દ્વારા તપાસ કરી, જિલ્લા મેજિસ્ટ્રેટને સહાય હુકમ કરવા દરખાસ્ત કરેલ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિક સ્વ.મનુંભાઈ માંડણભાઈ બાંભણિયાના સીધીલીટીના વારસદાર દક્ષાબેન મનુભાઈ બાંભણિયાને સહાય આપવા હુકમ કરવામાં આવેલ હતો.
આવી જ રીતે કોડિનાર ઉના રોડ પર અકસ્માતનો ભોગ બનનાર સુત્રાપાડાના સ્વ.રાયસિંહભાઈ લાખાભાઈ સોલંકીના પત્ની હંસાબેનને પણ આ સ્કીમ હેઠળ સહાય માટે હુકમ કરેલ હતો.ગત માસમાં અકસ્માતમાં મૃત્યુનો ભોગ બનેલ કુલ ચાર લોકોના પરિવારજનોને પણ આ સ્કીમ હેઠળ સહાય આપવા હુકમ કરેલ હતા.