માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના પ્રખ્યાત 32 વર્ષીય અવધેશ રાય હત્યા કેસમાં વિશેષ ન્યાયાધીશ (MP-LLA કોર્ટ) અવનીશ ગૌતમની અદાલતે દોષિત ઠેરવ્યો.
મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સજા અંગેનો નિર્ણય થોડા સમયમાં આવી શકે છે. બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધવાની છે. માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના પ્રખ્યાત 32 વર્ષીય અવધેશ રાય હત્યા કેસમાં વિશેષ ન્યાયાધીશ (MP-LLA કોર્ટ) અવનીશ ગૌતમની અદાલતે દોષિત ઠેરવ્યો છે.
- Advertisement -
મુખ્તાર અંસારીને લઈ આજે બપોર બાદ સજાની જાહેરાત કરવામાં આવશે. પૂર્વાંચલમાં દરેકની નજર હવે મુખ્તારને શું સજા થશે તેના પર ટકેલી છે. છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસોમાં અવધેશ રાય હત્યા કેસ સૌથી મોટો અને સૌથી મોટી સજાની જોગવાઈ છે.
શું હતી સમગ્ર ઘટના ?
3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી ઉલટતપાસ અને જુબાની બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
Uttar Pradesh | Varanasi's MP MLA court convicts jailed mafia Mukhtar Ansari in Awadhesh Rai murder case.
- Advertisement -
On August 3, 1991, Congress leader and brother of former MLA Ajay Rai, Awadhesh Rai, was shot dead outside Ajay Rai's house in Varanasi. pic.twitter.com/yQXvkHWT1s
— ANI (@ANI) June 5, 2023
આ હત્યા કેસમાં મુખ્તાર અંસારીની સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલનું પણ નામ હતું. આ કેસથી બચવા માટે મુખ્તાર અંસારીએ કોર્ટમાંથી કેસ ડાયરી ગાયબ કરાવી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ મામલામાં મુખ્તાર અંસારી સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલ વિરુદ્ધ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ નંબર 229/91 પર FIR નોંધાવી હતી.
બે આરોપીઓના થયા છે મોત
મુખ્તાર અંસારી હાલમાં બાંદા જેલમાં અને ભીમ સિંહ ગાઝીપુર જેલમાં બંધ છે. આ હત્યા કેસમાં નામાંકિત આરોપી કમલેશ સિંહ અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું મોત થયું છે. બીજી તરફ, પાંચમા આરોપી રાકેશે આ કેસમાં તેની ફાઇલ અલગ કરી દીધી હતી, જેની સુનાવણી પ્રયાગરાજ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. છેલ્લા 9 મહિનામાં મુખ્તાર અંસારીને અન્ય ચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે.