અયોધ્યામાં રામ મંદિરમાં ભલે 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા થાય, પરંતુ આ ઉત્સવમાં બાબા મહાકાલના લાડુની મીઠાસ તો અત્યારથી જ બની રહેશે. જેના માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ઉજ્જૈનથી બાબા મહાકાલની 5 લાખ લાડુની પ્રસાદી અયોધ્યા મોકલાની જાહેરાત કરી છે, પરંતુ આ પ્રસાદી બનાવવાની અને આ કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થશે, ક્યારે મોકલવામાં આવશે, આ બાબતની જાણકારી લેવા માટે મુખ્યમંત્રી ડો. મોહન યાદવ આજે સવારે શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતીની ચિંતામન જાવસિયા ખાતે આવેલા શ્રી મહાકાલેશઅવર ભગવાનના ભોગની રસોઇશાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે બધા સાથએ બેસીને લાડુ બનાવ્યા હતા અને પેંકિગની સાથે ત્યાં હાજર રહેલા કારીગરો સાથે ચર્ચા પણ કરી હતી.
- Advertisement -
આ દરમ્યાન મુખ્યમંત્રી ડો. યાદવે કહ્યું કે, અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રીરામ મંદિરના શુભારંભ અસવર પર મહાકાલેશ્વર પ્રબંધ સમિતિ દ્વારા 5 લાખ લાડુનો પ્રસાદ અયોધ્યા મોકલાવામાં આવશે, જેમાં 4 લાખ લાડુ બની ચૂક્યા છે અને 1 લાખ લાડુ બનાવવાના બાકી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી 17-18 જાન્યુઆરીના લાડુ બનાવવાનું કાર્ય પૂર્ણ થઇ જશે, ત્યાર પછી 21 જાન્યુઆરી 2024 સુધી દરેક સ્થિતિમાં બાબા મહાકાલના લાડુનું આ પ્રસાદ અયોધ્યા પહોંચી જશે.
પ્રતિ લાડુનું વજન 50 ગ્રામ છે
પ્રબંધ સમિતિના પ્રશાસક સંદિપ સોનીએ જણાવ્યું કે, લાડુનો પ્રસાદ ચણાનો લોટ, રવો, શુદ્ધ ઘી, અને ડ્રાયફ્રુટથી બનાવવામાં આવ્યા છે. લાડુના પ્રસાદ નિર્માણ માટે વધારે કારીગરો અને કર્મચારીઓને લગાવવામાં આવ્યા છે. લાડુઓને પેકેટમાં પેક કરીને અયોધ્યા મોકલવામાં આવશે, એક લાડુનું વજન લગભગ 50 ગ્રામ છે.