કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ગણાતા ઈમરતી દેવીને પણ ટિકિટ આપવામાં આવી છે, જેઓ ડાબરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા હતા.
મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતિમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે લિસ્ટમાં અનેક ચોંકાવનારા નામ પણ છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી છે તેમજ 4થી વધુ સાંસદોને પણ રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. આપને જણાવી દઈએ કે, કુલ 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે.
- Advertisement -
ભાજપએ બીજી યાદી જાહેર કરી
ભાજપએ બીજી યાદીમાં 39માંથી 6 મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ગણાતા ઈમરતી દેવીને પણ ટિકિટ આપવામાં આવી છે. જેઓ ડાબરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા હતા. જ્યારે કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોરની નંબર 1 સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी के केन्द्रीय चुनाव समिति ने मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए द्वितीय सूची में 39 नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/u27qdhkoBc
— BJP (@BJP4India) September 25, 2023
- Advertisement -
78 ઉમેદવારોના નામ જાહેર કર્યા
કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય ઈન્દોરની નંબર 3 વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. સાંસદ ગણેશ સિંહ, સાંસદ રાકેશ સિંહ અને સાંસદ રીતિ પાઠકને પણ ટિકિટ આપવામાં આવી છે. છિંદવાડાથી કમલનાથ સામે વિવેક બંટી સાહુને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. અત્યાર સુધી ભાજપે મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી 78 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે આ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ટિકિટ આપી
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ
કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે
સાંસદ ગણેશ સિંહ
સાંસદ રાકેશ સિંહ
સાંસદ રીતિ પાઠક
સાંસદ ઉદય પ્રતાપ સિંહ