શનિવારે બાળકો માટે ડાન્સનો બુગીવુગી શો યોજાયો, રવિવારે જૂનાં/નવા ગીતોની સંગીત સંધ્યા યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
મધુવન ક્લબ દ્વારા આયોજિત રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવમાં શનિવારે પૂજા હોબી સેન્ટર દ્વારા ડાન્સનો બાળકો માટેનો બુગીવુગી શો યોજાયો હતો. જ્યારે રવિવારના રોજ જૂના/નવા ગીતોની સંગીત સંધ્યા યોજાઇ હતી. જેમાં રાધિકા ગૃપ પ્રસ્તુત સંગીત સંધ્યામાં દર્શનાર્થીઓની ફરમાઇશ પણ પૂરી કરવામાં આવી હતી.
આજે તા. 25ના રોજ બહેનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીજેના તાલે ફક્ત બહેનોને ગરબે રમાડવામાં આવશે અને રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજકો આશિષભાઇ વાગડીયા, રાજુભાઇ કીકાણી, રાજભા ઝાલા તથા તમામ કમિટી મેમ્બર દ્વારા ફર્સ્ટ/સેક્ધડ/થર્ડ પ્રિન્સેસને પ્રાઇઝ પણ આપવામાં આવશે. રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવમાં દરરોજ આરતી કરવામાં આવે છે. આજે મુખ્ય અતિથિ તરીકે ઇન્કમટેક્ષ કમીશ્નર જયંતકુમાર તેમજ સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહી દાદાના આર્શીવાદ મેળવ્યા હતા. સાથોસાથ રાજકોટના મહાનુભાવોએ પણ આરતીનો લાભ લીધો હતો. તેમજ સાંજે 5 થી 7 સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. જેનો પણ છ યુગલોએ લાભ લીધો હતો.
- Advertisement -
ઉપરાંત રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી દિવસોમાં શક્ય બનશે તો હસાયરો તેમજ ભજન સંધ્યાનું આયોજન કરવાનું આયોજન છે.
રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજનને સફળ બનાવવા આયોજકો આશિષભાઇ વાગડીયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, કૌશલ વાગડીયા, બલી ભરવાડ, જયેશ પરમાર, પુનીત વાગડીયા સહિતના 40 કમિટી મેમ્બર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.