માધુરી દીક્ષિતે મુંબઇમાં એક લગ્ઝરિયસ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ આલીશાન ફ્લેટની કિંમત 48 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસનું એપાર્ટમેન્ટ મુંબઇના અપસ્કેલ લોઅર પરેલ એરિયામાં છે.
‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત બોલિવૂડની પોપ્યૂલર અને બ્યૂટીફૂલ એક્ટ્રેસ છે. માધુરીના ચાર્મથી આજે પણ ઘેલાં થાય છે. માધુરી પોતાની પ્રોફેશનલ લાઇફમાં ઘણું સારૂં કામ કરી રહી છે. આ એક્ટ્રેસે હાલમાં જ પોતાના માટે એક લક્ઝીરીયસ ફ્લેટ ખરીદ્યો છે.
- Advertisement -
આ આલીશાન ફ્લેટની ખાસિયતો
માધુરી દીક્ષિતે મુંબઇમાં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે જે સી-ફેસિંગ છે. તેની કિંમત આશરે 48 કરોડ રૂપિયા છે. આ ફ્લેટ મુંબઇના અપરસ્કેલ લોઅર પરેલ એરિયામાં એક બિલ્ડિંગનાં 53માં ફ્લોર પર આવેલું છે. રિપોર્ટ અનુસાર આ ફ્લેટનું રજિસ્ટ્રેશન 28 સપ્ટેમ્બર 2022નાં થયું હતું.
માધુરીએ આ એપાર્ટમેન્ટ ઇન્ડિયાબુલ્સ બ્લૂનાં લોઅર પરેલમાં ખરીદ્યું છે. આ રેસિડેન્ટલ પ્રોપર્ટી સાઉથ મુંબઇના વર્લી એરિયામાં છે જે 10 એકર જમીનમાં બનેલ છે.
- Advertisement -
View this post on Instagram
માધુરીના ઘરમાં છે તમામ સુવિધાઓ
માધુરીનું આ સુંદર એપાર્ટમેન્ટ અતિ મનમોહક છે. આ પ્રોપર્ટીમાં એક મોટું સ્વિમિંગ પૂલ , ફૂટબોલ પિચ, જીમ, સ્પા, ક્લબ અને બીજી અનેક સુવિધાઓ રહેલી છે. માધુરી દીક્ષિતનો ફ્લેટ 5,384 સ્કવેર ફીટ એરિયામાં બનેલ છે. જે 53માં ફ્લોર પર આવેલ છે. ઘરની સાથે કાર પાર્કિંગ સ્લોટ પણ છે. માધુરી પોતાનો આ નવો ફ્લેટ ખરીદીને ખૂબ ખુશ છે. એેક્ટ્રેસે ફેન્સને પણ આ ખુશખબર સંભળાવી.