રિલાયન્સ મેગા મોલ ખાતે
145 બાળકો અને તેમના માતા-પિતાએ આનંદ ઉઠાવ્યો, ખાસ પળો બની યાદગાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મધુરમ પીડિયાટ્રિક અને રિહેબિલિટેશન સેન્ટર દ્વારા માનવતાની સૌમ્ય ઝાંખી રજૂ કરતી એક સુંદર પહેલ કરવામાં આવી હતી. આજે રિલાયન્સ મેગા મોલના આઈનોક્સ સિનેમામાં નાના મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમિર ખાનની પ્રેરણાદાયી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ દર્શાવવામાં આવી હતી.
- Advertisement -
આ સુંદર આયોજનમાં 145 જેટલા બાળકો તેમજ તેમના માતા-પિતાએ ભાગ લીધો અને ફિલ્મના માધ્યમથી ભાવનાત્મક અને શિક્ષાત્મક સંદેશો સાથે આનંદનો અનુભવ કર્યો. બાળકોના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળી અને આવી ફિલ્મો કેવી રીતે જીવનમાં ભાવનાત્મક સન્મિજ્ઞતા ઉભી કરે છે તેનું જીવંત દૃશ્ય નિહાળવા મળ્યું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમને સફળ બનાવવા ડો. નિકિતા ભટ્ટી અને આઈનોક્સ સિનેમાની મેનેજર નિધિ દવેનો વિશેષ સહયોગ રહ્યો. બંનેનું સામાજિક જાગૃતિ પ્રત્યેનો સમર્પિત અભિગમ પ્રસંશનીય છે. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં મનોદિવ્યાંગ બાળકો માટે સ્વીકાર્યતા, સ્નેહ અને સમાન વ્યવહાર તરફ ઉદ્દેશિત મહત્વનો સંદેશ આપે છે.