પતંગના જોખમી દોરાઓથી વાહનચાલકોને બચાવવા 400 બાળાઓનું અભિયાન: એકત્રિત દોરા ‘માઁ જીવદયા ગ્રુપ’ને અર્પણ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
- Advertisement -
મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી ઙખ-જઇંછઈં માધાપરવાડી ક્ધયા શાળા હંમેશા શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. તાજેતરમાં મકરસંક્રાંતિના પર્વ બાદ રસ્તાઓ અને શેરીઓમાં લટકતા પતંગના જોખમી દોરાઓના કારણે વાહનચાલકોના ગળા કપાવવાની અને ઈજા થવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. આ જોખમને ટાળવા માટે શાળાની 400 જેટલી બાળાઓએ એક પ્રેરણાદાયી અભિયાન હાથ ધર્યું હતું.
આ નાની બાળાઓએ શાળાએ આવતા-જતા અને પોતાના રહેઠાણ વિસ્તારમાંથી રખડતા અને લટકતા કુલ 64.327 કિલોગ્રામ જેટલા દોરા એકત્ર કર્યા હતા. આ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને બાળાઓએ રસ્તે જતાં લોકોના જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. એકત્ર કરેલા આ તમામ દોરા ‘માઁ જીવદયા ગ્રુપ’ ને અર્પણ કરવામાં આવ્યા હતા, જેથી તેનું યોગ્ય નિકાલ થઈ શકે અને પક્ષીઓ કે પ્રાણીઓને પણ નુકસાન ન થાય.
વિદ્યાર્થીનીઓના આ સેવાકાર્યને શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા, શાળા પરિવાર અને માઁ જીવદયા ગ્રુપના કાર્યકર્તાઓએ બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ શાળામાં તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન અને સ્નેહમિલન જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ચારિત્ર્યનું ચણતર કરવામાં આવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ બાળાઓએ આ સેવાકાર્ય દ્વારા પૂરું પાડ્યું છે.



