ભારતીય જેનેરિક દવાઓ અમેરિકા અને યુરોપની કંપનીઓ કરતા પણ ઘણી સસ્તી અને અસરકારક
ભારતની જેનેરીક દવાઓ ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓ માટે સસ્તી હોવાને કારણે આર્શીવાદરૂપ બની છે.પરંતુ આ જેનેરીક દવાઓ એનીર કહેવાતા વિકસીત રાષ્ટ્ર અમેરીકામાં પણ સસ્તી હોવાથી લોકપ્રિય બની છે.મેડ ઈન ઈન્ડીયા જેનેરીક દવા ખાઈને અમેરિકનો 25.66 લાખ કરોડની બચત કરી રહ્યા છે.
- Advertisement -
ભારતીય ફાર્મા કંપનીઓનો અમેરીકી બજારમાં દબદબો રહ્યો છે.કિફાયતી ભાવવાળી ભારતીય જેનેરીક દવા કંપનીઓનું અમેરીકામાં રોકાણ હવે વધીને 82 હજાર કરોડ રૂપિયા થઈ ગયુ છે. હાલમાં જ અમેરીકાની દવા નિયામક ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ પહેલીવાર ગ્રેન્યુલ્સ કંપનીને મેડ ઈન ઈન્ડીયાના ટેગ સાથે દવા નિકાસને મંજુરી આપી છે.
અમેરિકાનાં એસો.ફોર એકસેબલ મેડીસીન અનુસાર જેનેરીક દવાઓનાં ઉપયોગના કારણે હેલ્થકેર સીસ્ટમને 2019 દરમ્યાન લગભગ 25.66 લાખ કરોડની બચત થઈ છે.
અમેરીકા અને યુરોપની કંપનીઓથી પણ કિફાયતી
ભારતીય ફાર્મા કંપનીઓની પ્રતિષ્ઠા અમેરીકા અને યુરોપની કંપનીઓથી કિફાયતી ભાવવાળી દવાના નિર્માતા તરીકે છે. સાથે સાથે ભારતીય કંપનીઓની દવાની કવોલીટી પણ સારી હોય છે. બ્રાન્ડેડ દવા ન ખરીદી શકતા અમેરિકનોને ભારતીય કંપનીઓની જેનેરીક દવાઓ વધુ બહેતર લાગે છે.
- Advertisement -
અમેરીકામાં હેલ્થ કેરનો ખર્ચ ઘણો વધુ આવે છે
ભારતીય કંપનીઓ ત્યાં રીસર્ચ પણ કરે છે.ન્યુજર્સીમાં સનફાર્માની મોટી પ્રોડકશન યુનિટ, ડ્રગ રીસર્ચ કરી રહી છે. લુસીયાનામાં ડો.રેડ્ડીઝ લેબનું પેનિસિલીન યુનિટમાં રીસર્ચ થઈ રહ્યું છે.