ત્રણ યુવકનો દોડતી બાઈક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થતાં પોલીસે ધરપકડ કરી
ઈન્સ્ટાગ્રામ એપ પર રીલ્સ બનાવી સસ્તી પ્રસિદ્ધિ માટે લોકો ગમે તે હદે જઈ શકે છે. ત્યારે એક વીડિયો સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ વાઇરલ કરતાં તેમને ભારે પડી ગયું છે અને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્રણ યુવકનો દોડતી બાઈક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થતાં ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલાં જાહેર રોડ પર હાથમાં ચપ્પુ લઈ બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ અસામાજિક તત્વોનો વીડિયો વાઇરલ થયો હતો. એજે વીડિયો સુરતના ઉધના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું, જેને આધારે ઉધના પોલીસે વીડિયો વિશેની તાપસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં વીડિયો પોતાના જ વિસ્તારનો હોવાનું જણાતાં એમાં દેખાતાં આવારા તત્વોને પકડવા પોલીસના માણસોને કામે લગાડ્યા હતા. એમાં ઉધના પોલીસે વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણેય આકાશ બહારે, શુભકરણ વિશ્વકર્મા અને હાર્દિક પરાડવા નામના લબરમૂછિયાને બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
- Advertisement -
સોશિયલ મીડિયા પર રીલ બનાવી ‘રોલા’ પાડવાનો ટ્રેન્ડ
અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં બંદૂક સાથે વીડિયો બનાવવો બાઈક પર સ્ટંટ કરવા, જાહેરમાં બંદૂકમાં ફડાકા કરવા, ગન સાથે સીનસપાટા કરી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી આ તમામ આજકાલ યુવાધન માટે ટ્રેન્ડ બની ચૂંક્યું છે. એક રીલ જોવા મળે તે બીજો પણ બનાવે છે જેમાં યુવાનોમાં ફેમસ થવાની એક માનસિકતા વ્યાપી ગઈ છે એકબીજાની દેખાદેખીમાં પણ યુવાનો અને યુવતી રીલ બનાવી પોતાના ગૃપમાં સીનસપાટા કર રહ્યા છે. પરંતુ આ સીનસપાટા ક્યારેક જોખમી પણ સાબિત થાય છે