વિશ્વભરમાં મીણના પુતળા માટે પ્રખ્યાત મૈડમ તુસાદ મ્યુઝીયમ નોઇડાના સેક્ટર 18માં આવેલા ડીએલએફ મોલમાં મંગળવારથી શરૂ થનાર છે. આ મ્યુઝીયમમાં રમત, મનોરંજન, ઇતિહાસ અને સંગીતના 50 ભારતીય અને આંતરરાષ્ટ્રીય મહાન વ્યક્તિઓની મીણના પુતળાને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
નોઇડા સહિત દેશભરના લોકો આવીને આ મહાન વ્યક્તિઓ સાથે સેલ્ફી લઇ શકશે. ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝીયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોનાલ્ડો, અમિતાભ બચ્ચન, દિલજીત દોશાંજ, અને કેટરીના કૈફ સહિત દેશ- દુનિયાના સિનેમ અને રમત જગત સાથે જોડાયેલા લોકો અને સ્ટારના પુતળાને રૂબરૂ જોઇ શકશે.
- Advertisement -
આ મહાન સ્ટારના મીણના પુતળા જોવા મળશે
ઉલ્લેખનીય છે કે, મીણના પુતળા માટે દેશભરમાં પ્રસિદ્ધ મૈડમ તુસાદ મ્યુઝીયમ સેક્ટર-18 ખાતે ખૂબ જ આકર્ષક અને ભવ્ય બનાવવામાં આવ્યું છે. જયાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ સહિતના કેટલાય આઝાદી કાંતિક્રારીઓથી લઇને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સહિતના 50થી વધુ લોકોના પુતળા હાજર છે. જયારે રમત-ગમત ક્ષેત્રના સ્ટાર પ્લેયર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, કપિલ દેવ, મેરીકોમ, મિલ્ખા સિંહ, ડેવિડ બેકમ, અસેન બોલ્ટ, સિનેમા જગતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, રાજકપૂર, સલમાન ખાન, રણબીર કપૂર, કૈટરીના કૈફ સહિતના અન્ય ફિલ્મી સ્ટાર અને હોલિવુડ સ્ટાર એન્જલિના જોલી, જેનિફર લોપેઝ વગેરેના પુતળા જોવા મળશે.
લંડનથી આ મ્યુઝિયમની શરૂઆત થઇ હતી
મૈડમ તુષાદ મ્યુઝિયમની વાત કરતા પ્રવક્તા શૈલેંદ્રએ પહેલીવાર વર્ષ 2017માં કનોડ પ્લેસ દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. પરંતુ આની વચ્ચે કોરોના મહામારીના કારણે જે બંધ પડી ગયું. મેડમ તુષાદ મ્યુઝીયમનો 200 વર્ષનો ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ છે. જેની વચ્ચે પહેલીવાર વર્ષ 1835માં લંડનમાં ખોલવામાં આવ્યું હતું. મૈડમ તુષાદના મૂર્તિ બનાવનાર કારીગર ઘણી ટેકનિકનો ઉપયોગ કરે છે. આ આબેહુબ મૂર્તિ બનાવવામાં માટે લગભગ 3 મહિના જેટલો સમય લાગી જાય છે.