ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
મોરબી જીલ્લાનો સૌથી મોટો વાંકાનેરનો મચ્છુ 1 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને રાજાશાહી વખતનો ગેટ વગરનો મચ્છુ 1 ડેમ હોવાથી પાણી મચ્છુ 2 સહિતના જળાશયોમાં ઠલવાઈ રહ્યા છે મચ્છુ 1 ડેમ અને ઘોડાધ્રોઈ ડેમ બંને 100 ટકા ભરાઈ ગયા છે. મોરબી જીલ્લાના જળાશયોની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે તેમજ ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે તે ઉપરાંત મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 33 ફૂટની ક્ષમતા છે જે 27.90 ટકા ભરાઈ ગયો છે ડેમી 1 ડેમ 23 ફૂટ ક્ષમતા સામે 15.10 ફૂટ ભરાયો છે ડેમી 2 ડેમ 19.70 ફૂટ સામે 18 ફૂટ ભરાઈ ગયો છે બંગાવડી ડેમ 15.50 ફૂટ ક્ષમતા છે અને 9.10 ફૂટ ભરાઈ ગયો છે બ્રાહ્મણી ડેમ 27 ફૂટ ક્ષમતા સામે 26.70 ટકા ભરાઈ ગયો છે બ્રાહ્મણી 2 ડેમ 17.60 ફૂટ ક્ષમતા સામે 12.60 ફૂટ ભરાઈ ગયો છે મચ્છુ 3 ડેમની ક્ષમતા 20.80 ફૂટની છે અને 18.50 ટકા ભરાઈ ગયો છે જીલ્લાના 10 પૈકી 2 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તે ઉપરાંત મચ્છુ 2 ડેમ 80 ટકાથી વધુ , ડેમી 2 90 ટકાથી વધુ ભરાઈ ગયા છે બ્રાહ્મણી ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે.
ઘોડાધ્રોઈ ડેમ અને મચ્છુ 3ના એક-એક દરવાજા ખોલવામાં આવ્યા
- Advertisement -
ડેમમાં નવા નીરની આવકને પગલે મોરબી જીલ્લાના ઘોડાધ્રોઈ ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે તેમજ મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે મચ્છુ 1 ડેમમાં દરવાજા ના હોવાથી 2 ઇંચ જેટલું પાણી ઓવરફલો થઇ રહ્યું છે જે જળ પ્રવાહ મચ્છુ 2 ડેમમાં ઠલવાતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે