સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા આવક શરૂ કરવામાં આવે તે પહેલાં જ યાર્ડની બહાર મગફળીનો માલ ભરેલ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.
યાર્ડની બહાર બન્ને બાજુ 3 થી 4 કિલોમીટર 1000 થી વધુ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. અંદાજે 1 લાખથી પણ વધુ ગુણી મગફળીની આવક થવા પામી હતી.