કલબ યુવીમાં આજે ભવ્ય મહા આરતી: પાટીદારોમાં અનેરો ઉત્સાહ : સૌરાષ્ટ્રભરના પાટીદાર સંસ્થા, અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ સાથે કલબ યુવીના સ્પોન્સરો જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’માં 15 વર્ષની સફળતા બાદ સતત 16 મા વર્ષે ભવ્ય અને પરંપરાગત રીતે શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવનો આનંદ માણી રહયા છે.
કલબ યુવીમાં આજે મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતી યોજાનાર છે. કલબ યુવી આયોજીત મહાઆરતીના ભવ્ય આયોજનમાં સામેલ થવા પાટીદાર શ્રેષ્ઠીઓ તથા પાટીદાર પરીવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સતત 16 માં વર્ષે હર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય મહાઆરતીનું આયોજન કરેલ છે. કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરની સ્થાપના કરવામાં આવે છે.
તેમજ દરરોજ તેમની પુજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્રારા આરતી કરવામાં આવે છે. આજે આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયા પરિવાર રાજકોટની વિવિધ સંસ્થાઓ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો, પાટીદાર અગ્રણીઓ, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, કલબ યુવી ના સ્પોન્સર પરિવારો, સાથે અનેક પાટીદાર ભાઈઓ-બહેનો જોડાશે. કડવા પાટીદાર પરિવારોમાં આઠમનું નોરતું મા ઉમિયાના નોરતા તરીકે ઉજવાય છે.
ઘેર-ઘેર નૈવૈધ તથા આરતી પૂજન દ્વારા મા ઉમિયાની આરાધના કરાય છે. કલબ યુવીમાં આજે આઠમા નોરતે કડવા પાટીદાર કુળદેવી જગત જનની મા ઉમિયાની ભવ્યાતિ ભવ્ય મહાઆરતી યોજાશે. કલબ યુવીના ગ્રાઉન્ડ પર ઉમિયા માતાજી મંદિર સિદસરની ધ્વજાજીનું પૂજન કરવામાં આવશે.
11 બ્રાહમણો દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની પૂજન અર્ચના કરાશે. રંગબેરંગી લાઈટીંગ નો ભવ્ય લેસર શો દ્રારા અદભૂત દશ્ય રચાશે. ડોન દ્રારા મા ઉમિયાના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ભવ્ય આતશબાજી કરાશે માતાજીની આરતી દરમ્યાન ગ્રાઉન્ડના ખલૈયાઓ તેમજ દર્શકો દ્રારા મોબાઈલની ફલેશ લાઈટ દ્રારા તેમાં જોડાય છે.
સંપૂણ ભકિતમય અદભૂત વાતાવરણ કલબ યુવીના ગ્રાઉન્ડ પર સર્જાશે.
- Advertisement -
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે પટેલ સેવા સમાજના અરવિંદભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, ઉદ્યોગપતિ બાલાજી. ગ્રુપના ચંદુભાઈ વિરાણી, ઓરબીટના વિનેશભાઈ ટીલવા, શંભુભાઈ પરસાણા, અરવિંદભાઈ કોરડીયા, દિપકભાઈ ધીંગાણી, કે.એમ. મોરી, રમણભાઈ વરમોરા, કલબ યુવીના મુન્નાભાઈ ઘેટીયા, તુલસી એગ્રો ના ચીરાગભાઈ ભાલોડીયા, અંકુરભાઈ કનેરીયા, લાડાણી એસો. દિલીપભાઈ લાડાણી, ઉત્સવભાઈ લાડાણી, જેનીસ કનેરીયા, કટારીયા ગ્રુપના વલ્લભભાઈ કટારીયા, રોમલભાઈ કટારીયા, મહેન્દ્ર જવેલર્સના સુરજભાઈ રાણીંગા, અલ્ટોસા હસુભાઈ ઉકાણી, વુડ ઓપ્શનના અશ્વિનભાઈ રબારા, ધ પાર્ક ના સંદીપભાઈ, રાધીકા જવેલર્સ ના હરેશભાઈ, ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમીતીના સરોજબેન મારડીયા, રાજકોટ બિલ્ડર એસો.ના પરેશભાઈ ગજેરા, નીખીલભાઈ રોજીવાડીયા, ચેતનભાઈ રોકડ, ગોપીભાઈ પટેલ, ધર્મેશભાઈ જીવાણી, રણધીરસિંહ જાડેજા, કિરીટભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, એ આરતીનો લ્હાવો લીધો હતો.
અતિથિ વિશેષ તરીકે રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતીયા, સાંજ સમાચારના કરણભાઈ શાહ, કલબ યુવીના મહેમાન બન્યા હતા. દેશના ઉદ્યોગરત્ન રતન ટાટાના નિધનના સમાચારથી કલબ યુવી રાસોત્સવમાં બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે ખલેયાઓ દેશભક્તિના તાલે ઝુમ્યા હતા. કલબ યુવી ના મીલેશભાઈ ઉકાણી તથા સ્મિતભાઈ કનેરીયા કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.