મહેમાનોનું પેલેસની અંદર રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું.
આમંત્રિત મહેમાનનોનું પ્રથમ પતિયાલા બેન્ડ, પછી રોયલ નગારા અને બ્યુગલથી સ્વાગત કરાયું.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિ અને ખરા અર્થમાં ભામાશા ગણાતા દ્વારકાધીશના પરમભક્ત એવા મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જય લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે રવિવારથી મંગળવાર સુધી ઉકાણી પરિવારના દીકરા જય ઉકાણીનો ત્રી દિવસીય લગ્ન ઉત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે શનિવાર તા.13 નવેમ્બરના રોજ બંને પરિવાર અને આમંત્રિત મહેમાનો ઉમેદ ભવન પેલેસ ખાતે પહોંચતા જ તમામ આમંત્રિતો તેમજ મૌલેશભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ભવ્ય ઉમેદ ભવન પેલેસ ખાતે આમંત્રિત મહેમાનનોનું રાજસ્થાની અંદાજમાં એક અલગ જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ પતિયાલા બેન્ડ પછી રોયલ નગારા અને બ્યુગલથી સ્વાગત કરાયા બાદ મહેમાનો પેલેસની અંદર દાખલ થયા હતા ત્યારે રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબાથી મહેનાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત રાજસ્થાની અંદાજમાં યજમાન ઉકાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
આ અગાઉ જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટના વેઇટીંગ લોંજમાં વાગ્દતા હિમાંશી પટેલને ફ્લાવર બુકે આપી તેમનું સ્વાગત કરવામાં કર્યું હતું. ઉકાણી પરિવાર પણ મહેમાનોનું જાજરમાન સ્વાગત કરવા માટે એક દિવસ અગાઉ જ રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસ ખાતે પહોંચી ગયો હતો.

મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જય ઉકાણીના લગ્ન તા. 14, 15 અને 16 નવેમ્બરના રોજ ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાઈ રહ્યા છે. આ લગ્ન પ્રસંગ અર્થે મહેંદી તેમજ સંગીતની રસમ 14 તારીખના રોજ યોજાઈ ગઈ છે. જેમા ઐશ્વર્યા મજમુદારે પોતાના સુર રેલાવ્યા હતા અને મહેંદી અને સંગીત રસમની શરુઆત દ્વારકાધીશની આરાધના સાથે થએ હતી. સૌ કોઈ જાણે છે કે ઉકાણી પરિવાર દ્વારાકાધીશ શ્રી કૃષ્ણમાં ખુબ જ આસ્થા ધરાવે છે. ત્યારે સ્વાભાવિક છે કે મહેંદી અને સંગીત રસમની શરુઆત દ્વારાકાધીશ શ્રી કૃષ્ણની આરાધના સાથે કરવામાં આવી હતી. હવે આજે 15 નવેમ્બરના રોજ હલ્દી રસમ તેમજ બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા સચિન અને જીગર પોતાના સુર રેલાવશે. ઉલ્લેખીય છે કે સચિન જીગરની જોડીએ અત્યાર સુધીમાં ઘણા હિન્દી અને ગુજરાતી હીટ ગીત કંપોઝ પણ કર્યા છે. તેમજ કેટલાકમાં પોતાનો અવાજ પણ આપ્યા છે. આવતીકાલે 16 નવેમ્બરના રોજ જાન, પ્રસ્થાન જામ આગમન, હસ્ત મેળાપ, ફેરા સહિતની વિધિઓ સંપન્ન કરવામાં આવશે.
- Advertisement -



