6 તાલુકાના 117 ગામોના 509 પશુઓ લમ્પીગ્રસ્ત અને 19 પશુઓના મૃત્યુ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં સરકારી આંકડા મુજબ જિલ્લાના 6 તાલુકાના 117 ગામોમાં 509 અબોલ પશુઓ લમ્પીગ્રસ્ત બન્યા છે અને આજે એક પશુના મોત સાથે કુલ 19 મૃત્યુઆંક આંકડો પહોંચ્યો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકો પ્રભાવિત હોવાનું સરકારી આંકડા ઉપરથી જણાય રહ્યુ છે. તો અબોલ પશુઓને બચાવવા માટે પશુપાલન વિભાગ પણ સક્રીય રીતે કામગીરી કરી રહ્યુ છે જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 1 લાખ 90 હજાર 183 પશુઓને રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યભરમાં અબોલ પશુઓમાં જોવા મળી રહેલ લમ્પી વાયરસની અસર ગીર સોમનાથ જિલ્લાના પશુઓમાં પણ જોવા મળી રહી છે. જિલ્લામાં આજ સુધીના સરકારી આંકડા મુજબ લમ્પી વાયરસના એક્ટીવ કેસોની વાત કરીએ તો વેરાવળ પંથકના 19 ગામોમાં કુલ 121 પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી 42 સાજા થઈ ગયેલ અને હાલ 75 પશુઓની સારવાર ચાલી રહી છે. આવી રીતે સુત્રાપાડા પંથકના 33 ગામોમાં કુલ 651 પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી 383 સાજા થઈ ગયેલ અને હાલ 254 પશુઓની સારવાર ચાલી રહી છે. 14 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. તો 39422 પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે તાલાલા પંથકના 13 ગામોમાં કુલ 25 પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી 1 સાજા થઈ ગયેલ અને હાલ 25 પશુઓની સારવાર ચાલી રહી છે. એકપમ પશુઓનું મૃત્યુ થયેલ નથી. તો 1461પ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે કોડીનાર પંથકના 6 ગામોમાં કુલ 58 પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી 15 સાજા થઈ ગયેલ અને હાલ 43 પશુઓની સારવાર ચાલી રહી છે. એકપણ પશુઓનું મૃત્યુ થયુ નથી. તો 38616 પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે ગીરગઢડા પંથકના 30 ગામોમાં કુલ 130 પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી 65 સાજા થઈ ગયેલ અને હાલ 65 પશુઓની સારવાર ચાલી રહી છે.
- Advertisement -
એકપણ પશુઓનું મૃત્યુ થયુ નથી. તો 30046 પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે ઉના પંથકના 16 ગામોમાં કુલ 48 પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી 1 સાજા થઈ ગયેલ અને હાલ 47 પશુઓની સારવાર ચાલી રહી છે. એક પશુનું મૃત્યુ થયા છે. તો 32707 પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે.