જયોતિષમાં નામ જયોતિષ શાસ્ત્રની ખૂબ જ મહત્વપૂર્ણ શાખા છે. આવામાં નામના પહેલા અક્ષર દ્વારા વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. નામ જ્યોતિષમાં કેટલાક અક્ષરોને અત્યંત શુભ માનવામાં આવે છે. જે લોકોના નામ આ અક્ષરોથી શરૂ થાય છે તેઓ અત્યંત ભાગ્યશાળી હોય છે. તેમને જીવનમાં તમામ સુખ-સંપત્તિ મળી જાય છે. આ લોકો બુદ્ધિશાળી અને મહેનતુ પણ હોય છે અને જે સ્વપ્ન જુએ છે તેને પૂર્ણ કરીને જ શાંતિ લે છે.
- Advertisement -
જે લોકોનું નામ A અથવા અ અક્ષરથી શરૂ થાય છે
નામ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોનું નામ અંગ્રેજીના અક્ષર A અને ગુજરાતીના અ અક્ષરથી શરૂ થાય છે, તેઓ ખૂબ નસીબદાર હોય છે. આવા લોકો જે ધારે છે તે કરીને જ બતાવે છે. જો આ લોકો ગરીબ ઘરમાં પણ જન્મે છે, તો તેઓ તેમની મહેનત અને બુદ્ધિથી ખૂબ પૈસા કમાય છે. આ લોકો સારું અને સુખ સુવીધાભર્યું જીવન જીવે છે.
- Advertisement -
જે લોકોનું નામ K અથવા ક થી શરૂ થાય છે
જે લોકોનું નામ અંગ્રેજીમાં K અને ગુજરાતી માં ક અક્ષરથી શરૂ થાય છે, તેઓ પણ મૂળ નસીબદાર છે. આ લોકો પર માતા લક્ષ્મી ખૂબ જ મહેરબાન હોય છે. આ લોકો અઢળક ઘન દોલતની કમાણી કરે છે. તેઓ ખૂબ જ લોકપ્રિય પણ છે. તેમનું સ્મિત લોકોને તેમની તરફ ખેંચે છે.
જે લોકોનું નામ P કે પ, ફ થી શરૂ થાય છે
જે લોકોનું નામ અંગ્રેજીમાં P અથવા ગુજરાતીમાં પ, ફ અક્ષરથી શરૂ થાય છે, તેઓ ખુશમિજાજી અને ખૂબ સારા મિત્રો હોય છે. આ લોકો પાસે ઘણા પૈસા હોય છે અને તેઓ ખર્ચ કરવામાં અચકાતા નથી. તેમની રમૂજની ભાવના કોઈને પણ દીવાના બનાવી દે છે.
જે લોકોનું નામ S કે સ, શ અક્ષરથી શરૂ થાય છે
જે લોકોનું નામ અંગ્રેજીમાં S અક્ષરથી શરૂ થાય છે અને ગુજરાતીમાં સ કે શ અક્ષરથી શરૂ થાય છે તેઓ અત્યંત ટેલેન્ટેડ અને મહેનતુ હોય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી પણ હોય છે. આ લોકો સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે. દરેક પડકારનો મક્કમતાથી સામનો કરે છે અને તેથી તેમને જીવનમાં પુષ્કળ ધન, ઉચ્ચ હોદ્દા, લોકપ્રિયતા, વૈભવી જીવન વગેરે મળે છે. આ લોકો ખૂબ જ ધનવાન બને છે અને દુનિયાની તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણે છે.