74 ટકા લોકો આગામી વર્ષ સુધીમાં તેમની આવકમાં વધારો થવાની અપેક્ષા રાખે છે : દેશના મધ્યમ વર્ગના લોકોનો સરેરાશ માસિક ખર્ચ 19,000 રૂપિયા હતો
સરેરાશ માસિક આવક મેટ્રોમાં રૂ. 35,000 અને મોટા અને મધ્યમ શહેરોમાંરૂ. 32,000 હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
દેશના નિમ્ન મધ્યમ વર્ગને ઘરના ભાડા અને કરિયાણાની ખરીદી પર તેની કમાણીનો મોટા ભાગનો ભાગ ખર્ચવાની ફરજ પડે છે. હોમ ક્રેડિટ ઇન્ડિયા ફાઇનાન્સના ‘ધ ગ્રેટ ઇન્ડિયન વોલેટ સ્ટડી’ સર્વે રિપોર્ટ અનુસાર, સરેરાશ નીચલા મધ્યમ વર્ગના ભારતીયોએ આ વર્ષે સૌથી વધુ 26 ટકાના દરે કરિયાણા પર અને 21 ટકાના દરે મકાન ભાડા પર ખર્ચ કર્યો છે. સર્વે અનુસાર, શહેરી ગ્રાહકોમાં નાણાકીય સુખાકારી સંબંધિત સૂચકાંકમાં સુધારો થયો છે. આવતા વર્ષ સુધીમાં તેમની આવકમાં વધારો થવાની આશા લોકોએ વ્યક્ત કરી છે. નિમ્ન મધ્યમ વર્ગના 72 ટકા લોકો પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરે છે. 64 ટકા લોકોએ કહ્યું કે જો ઞઙઈં દ્વારા પેમેન્ટ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવશે તો તેઓ તેનો ઉપયોગ કરવાનું બંધ કરશે અને રોકડમાં ચૂકવણી કરશે. દેશના નીચલા મધ્યમ વર્ગના લોકોનો સરેરાશ માસિક ખર્ચ 19,000 રૂપિયા હતો. નીચલા મધ્યમ વર્ગની વ્યક્તિની સરેરાશ માસિક આવક મેટ્રોમાં રૂ. 35,000 અને મોટા અને મધ્યમ શહેરોમાં રૂ. 32,000 હતી, ગયા વર્ષે તે મેટ્રોમાં રૂ. 33,000, મોટા શહેરોમાં રૂ. 30,000 અને મધ્યમ શહેરોમાં રૂ. 27,000 હતી. 52 ટકા સહભાગીઓનું માનવું છે કે 2024માં પાછલા કેલેન્ડર વર્ષની સરખામણીમાં તેમની આવકમાં વધારો થયો છે. 74 ટકા લોકો આગામી વર્ષ સુધીમાં તેમની આવકમાં વધારો થવાની અપેક્ષા રાખે છે, 66 ટકા લોકો આગામી વર્ષમાં વધુ બચત અને રોકાણ કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કરે છે. 60 ટકા લોકો પાસે નિરૂતિ ખર્ચ પછી કટોકટી ખર્ચ માટે થોડી રોકડ પણ હોય છે.
આ સર્વે જયપુર, ભોપાલ, દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, લખનૌ, પટના, રાંચી, ચંદીગઢ, દેહરાદૂન, લુધિયાણા અને કોચી સહિત 17 શહેરોમાં કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામેલ લોકોની વાર્ષિક આવક 2 લાખથી 5 લાખ રૂપિયાની વચ્ચે હતી.