એડિશનલ કલેકટર સોમવારે ચાર્જ છોડશે
કલેકટર રેમ્યા મોહન સાથે કામ કરવાનો અનુભવ સારો: 2017માં રૂડામાં દિવ્યાંગોનો કાર્યક્રમ યાદગાર રહેશે
આઈ.એ.એસ. અધિકારીઓની બદલી બાદ રાજ્ય સરકારે નાયબ કલેકટર અને અધિક કલેકટર તરીકે વિવિધ સ્થળે કાર્યરત ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કેડરના 79 અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યાં છે જેમાં સૌરાષ્ટ્રમાંથી ૠઅજ કેડરના 14 અધિકારીની બદલીઓ કરવામાં આવી છે ત્યારે રાજકોટથી એડિશનલ કલેકટર પરિમલ પંડ્યાને અમદાવાદ ખાતે એ જ પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે. પરિમલ પંડ્યા સોમવારે ચાર્જ છોડશે. આ અંગે પત્રકારોની સાથે વાતચીત દરમિયાન પરિમલ પંડયાએ જણાવ્યું કે 2017માં રૂડામાં જે કામગીરી સોંપવામાં આવી તે ચેલેન્જીંગ હતી. 18000 દિવ્યાંગોનો કાર્યક્રમ હતો ત્યારે સવારના 9થી રાત્રીના 12.30 વાગ્યા સુધી જે કામગીરી કરી એ પ્રસંગ ખૂબ જ યાદગાર રહેશે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી, હસ્તકલાનું આયોજન થયું હતું તેનો પણ અનોખો આનંદ હતો. ખાસ કરી કોરોના કાળમાં પહેલી અને બીજી લહેર દરમિયાન ઘણી ક્રાઈસીસ ફેસ કરી હતી. સ્ટાફ, મિત્રો, મિડીયા મિત્રો તેમજ રાજકોટના લોકોનો ખૂબ જ પ્રેમ અને સહયોગ મળ્યો છે. મારા સ્ટાફ મિત્રો પર હું આંખો બંધ કરીને ભરોસો કરી શકું છું તેમજ કલેકટર રેમ્યા મોહન સાથેના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાનો પણ ખૂબ યાદગાર રહેશે. કોરોના સમય હોય કે અન્ય કપરી પરિસ્થિતિમાં રાજકોટની દરેક સેવાકિય સંસ્થાઓ, સમાજ, ઈન્ડસ્ટ્રીયલ વગેરેનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે જેથી કાર્ય સરળ રહ્યું છે. આમ લોકપ્રિય બનેલા એડિનશલ કલેકટરે રાજકોટવાસીઓ અને સ્ટાફ મિત્રો પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કરી આભાર માન્યો હતો