વડોદરા હાઇ વે પરથી યુગલને કારમાં બેસાડી બજરંગવાડી લઈ આવી
બેફામ માર મારી અને છુટાછેડાના કાગળોમાં સહી કરવા દબાણ કર્યું
પ્રેમી પંખીડાએ કોર્ટ મેરેજ કર્યા બાદ સુરત રહેતા હતા, યુવતીના પરિવારજનોએ અજાણ્યા શખ્સો પાસે દંપતીનું અપહરણ કરાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પ્રેમી યુગલનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા અને મૂળ પડધરીના ખાખડાબેલામાં રહેતા યોગેશભાઇ રામજીભાઇ ભુતે ભરવાડ જ્ઞાતિની મિતલ ગમારા સાથે પ્રેમલગ્ન કરી સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હતા. જેની યુવતીના પરિવારને બાતમી મળતા પ્રેમી યુગલનું અજાણ્યા શખ્સો પાસે વડોદરા હાઈવે પરથી અપહરણ કરાવી ઉઠાવી લીઘા હતી. ત્યારબાદ યોગેશ ભૂતને ઘંટેશ્વર નજીક લઈ જઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારજનોએ વડોદરા હાઇવે પરથી બન્નેને પોતાની કારમાં બેસાડી બજરંગવાડી લઈ આવી બેફામ માર મારી અને છુટાછેડાના કાગળોમાં સહી કરવા દબાણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતો યોગેશ ભૂત નામનો યુવક ગુરુવારે સાંજે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલના બિછાનેથી યોગેશે કહ્યું હતું કે, પોતે એક કારખાનામાં કામ કરે છે જે કારખાનામાં રાજકોટ નજીકના એક ગામની મીનલ નામની યુવતી પણ કામે આવતી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો.
પરિવારજનો એક નહીં થવા દે તેવી ભીતિ લાગતાં દોઢ મહિના પૂર્વે યોગેશ અને મીનલ ભાગીને સુરત પહોંચ્યા હતા અને ત્યાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા, યુવતીના પરિવારજનો આ ઘટનાથી રોષે ભરાયા હતા અને ગુરુવારે સુરત પહોંચી ગયા હતા, 15 થી 20 શખ્સે સુરતથી યોગેશ અને મીનલને ઉઠાવી લઇ કારમાં અપહરણ કરી રાજકોટ લઇ આવ્યા હતા અને રસ્તામાં ઢોરમાર માર્યો હતો, ઘંટેશ્વર નજીક લઇ ગયા બાદ એ શખ્સની સાથે બે વકીલ પણ આવ્યા હતા અને મારકૂટ કરી લખાણ કરાવી લીધું હતું એટલું જ નહીં એક શખ્સે યોગેશના લમણા પર રિવોલ્વર તાકી હતી અને થોડીવાર બાદ તેના પર પેટ્રોલ છાંટ્યું હતું, કાંડી ચાંપી મારી નાખવાની ધમકી આપી યુવતીને પોતાની સાથે લઇ એ શખ્સો નાસી
ગયા હતા.