ટીવી એક્ટ્રેસનું જાણીતું નામ ‘ગોપી બહુ’, હવે આવ્યું છે ચર્ચામાં. ટીવી એક્ટ્રેસ ગોપી બહુના ઘરે હવે ખુશીઓનો પાર નથી. જાણો શું છે ખુશખબર?
ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી ઉર્ફે ‘ગોપી બહુ’, હવે માતા બની છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે અને આ વાતની ખુશખબર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેના ચાહકોને જણાવી છે. દેવોલિના ભટ્ટાચાર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને તેના ચાહકો સાથે માતા બનવાના શુભ સમાચાર શેર કર્યા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
વીડિયોમાં લખ્યું છે, ‘અમે અમારી નાની ખુશી જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચિત છીએ. આ છે અમારો બેબી બોય.’ તેમજ વીડિયોની સાથેના કેપ્શનમાં દેવોલિનાએ લખ્યું કે, ‘હેલો વર્લ્ડ! અમારો નાનો દેવદૂત બાળક અહીં છે.’ દેવોલિના ભટ્ટાચાર્જીના માતા બનવાના સમાચાર સાંભળ્યા બાદ સેલેબ્સ અને ફેન્સે તેને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તે જ સમયે, ચાહકો પણ દેવોલિના અને તેના પુત્રને અભિનંદન પાઠવી રહ્યા છે.
15 ઓગસ્ટના રોજ પ્રેગ્નન્સીની જાહેરાત
દેવોલિના ભટ્ટાચાર્જીએ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પતિ શાહનવાઝ શેખ સાથેની કેટલીક તસવીરો શેર કરીને તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પંચ અમૃત વિધિના ફોટા પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું, ‘જીવનના આ સુંદર અધ્યાય દરમિયાન માતા અને તેના ગર્ભસ્થ બાળકને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશીઓ આપવા માટે પવિત્ર પંચ અમૃત વિધિ સાથે માતૃત્વની દિવ્ય યાત્રાની ઉજવણી કરો.’
વર્ષ 2022માં જિમ ટ્રેનર સાથે લગ્ન કર્યા
જણાવી દઈએ કે, દેવોલિના ભટ્ટાચારીએ વર્ષ 2022માં તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. લાલ સાડી પહેરીને લગ્નની તસવીરો પણ શેર કરી હતી.