ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્ષ 2023માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જછઋઉઈક)એ સાબરમતી રિવરફ્રન્ટ પર સૌપ્રથમવાર રિવર ક્રૂઝ શરૂ કરી હતી, જોકે મોટા ઉપાડે શરૂ કરેલી આ રિવર ક્રૂઝ પણ હવે સી પ્લેનની જેમ બંધ કરવી પડે એવી સ્થિતિમાં છે. આ સાથે ઝિપલાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ સહિત ઙખ મોદીનો ચોથો ડ્રીમ પ્રોજેક્ટ બંધ થવાના આરે છે.
ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં ચાલતી અક્ષર રિવર ક્રૂઝ છેલ્લા બે મહિનાથી ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હોય છે. રિવર ક્રૂઝ ચલાવનારા અક્ષર ગ્રુપને 3થી 3.5 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન ગયું છે, જેથી હવે આ પ્રોજેક્ટ પણ મરણિયા પ્રયાસો કરીને ચલાવવામાં આવી રહ્યો છે.
- Advertisement -
અક્ષર ટ્રાવેલ્સના સંચાલકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર મેકિંગ ઇન્ડિયા અંતર્ગત રિવર ક્રૂઝ શરૂ કરવામાં આવી છે, જેને અમે ચલાવવાના જ છીએ. સાબરમતી નદીમાં પાણી ન હોવાના કારણે ટેક્નિકલ કારણોસર બંધ હોવાથી આશરે 3થી 3.5 કરોડ રૂપિયાનું નુકસાન પણ ભોગવ્યું છે. અક્ષર રિવર ક્રૂઝ ચલાવવા માટે થઈને સરકારનો સહકાર જરૂરી છે. પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે એનું સારુંએવું પ્રમોશન કરવામાં આવે, ચોમાસા દરમિયાન જ્યારે નદીનું લેવલ ઘટાડવામાં આવે છે તો ત્યારે બંધ કરવું પડે છે.
રિવર ક્રૂઝ ત્રણથી ચાર મહિના બંધ રહેતું હોય છે ત્યારે પશ્ર્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના લોકોને અમે રજૂઆત કરી છે કે ત્રણ મહિના જ્યારે રિવર ક્રૂઝ બંધ રહેશે ત્યારે એનું ભાડું માફ કરવામાં આવે અને રિવર ક્રૂઝ ચલાવવા માટે થઈને એનું સારી રીતે પ્રમોશન પણ કરવામાં આવે, કારણ કે દેશ અને દુનિયામાંથી સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે રિવર ક્રૂઝની મજા માણી શકે. ચોમાસા દરમિયાન રિવર ક્રૂઝ બંધ રહે છે, જેના કારણે થઈને વિચારવામાં આવે અને સારી રીતે પ્રમોશન થશે તો વધારે સારું એને દર્શાવી શકીએ છીએ.
રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે આર્થિક નુકસાન
તેમણે વધુમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્ર્મીરના મુખ્યમંત્રી તાજેતરમાં જ અમદાવાદ આવ્યા હતા અને તેમના ડેલિગેશન સાથે તેમણે રિવર ક્રૂઝની મુલાકાત લીધી હતી. રિવર ક્રૂઝ જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. કાશ્ર્મીર ખાતે પણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ રિવર ક્રૂઝ ચલાવવામાં આવે તો સારોએવો ફરક પડી શકે છે. ચોમાસામાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ નદીમાંથી પાણી છોડી દેવાય છે, જેના કારણે ક્રૂઝ બંધ રાખવું પડે છે. રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે અત્યારસુધી રિવર ક્રૂઝ પાછળ સાડાત્રણ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઝિપલાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ શરૂ કરાઈ હતી
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટ પર સહેલાણીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. છેલ્લાં 10 વર્ષમાં, એટલે કે વર્ષ 2015થી 2025 સુધીની વાત કરીએ તો ઝિપલાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જેને બંધ કરી દેવા પડ્યા છે.