મે માસમાં કુલ 67815 લોકોએ પાર્કની
મુલાકાત લેતા મનપાની તિજોરીમાં આવક વધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયુ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહી આવે છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ લોકો આવે છે .
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ 496 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતી અનુસાર ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સ્કૂલ-કોલજમાં વિદ્યાર્થીઓ માટે વેકેશન ચાલી રહ્યુ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડ-19 વૈશ્વીક મહામારીના કારણે લોકો ફરવાના સ્થળે જઇ શક્યાં નથી. ત્યારે આ વર્ષે રાજકોટ ઝૂ ખાતે વેકેશન દરમિયાન મે-2022માં કુલ-67815 મુકાલાતીઓ આવતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.17,96,840/-ની આવક થયેલી છે. જેમાં રવિવારની રજા તથા તહેવારના દિવસે અંદાજીત 5000 થી 6000 , બુધવારના દિવસે અંદાજીત 3000 અને બાકીના સામાન્ય દિવસોમાં અંદાજીત 1200 થી 1500 મુલાકાતીઓ ઝૂ ખાતે આવ્યા હોવાથી મનપા ને રૂા.17,96,840/-ની આવક થવા પામી છે.