હોટલ સંચાલક જ આસામ-મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી દેહવ્યાપાર કરાવતો હતો
4 શખ્સ સામે ગુનો: ગ્રાહક પાસેથી રૂ.2 હજાર લઈ રૂપલલનાને રૂ.1 હજાર ચૂકવતો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રજપૂતપરામાં આવેલી હિલ સ્ટોન નામની હોટેલમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળતા જ રાજકોટ પોલીસની શી ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.તેમજ પોલીસે મહિલા પોલીસને સાથે રાખી હોટેલના અલગ અલગ રૂમમાં તલાશી લેતા શંકાસ્પદ ચાર યુવતીઓ અને બીજા ચાર શખ્સો પણ મળી આવ્યા હતા.બાદમાં આઠેયને પોલીસ વેનમાં બેસાડી મહિલા પોલીસ મથકે લઈ જઇ ચાર શખ્સો વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ,રજપુતપરા વિસ્તારમાં આવેલી હોટલ હિલસ્ટોનમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી શહેર પોલીસની શી ટીમને મળી હતી.જેના આધારે પોલીસે દરોડો પાડતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો.તેમાં પોલીસે આ સ્થળેથી હોટલ સંચાલક ગૌરાંગ શૈલેષભાઈ મહેતા ઉપરાંત પ્રકાશ જયંતીભાઈ જીવરાજાની, દુર્ગેશ જગદીશભાઈ ખેમાણી અને કાલુસિંગ ઉધમભાઈ વિશ્વકર્મા સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,આરોપી છેલ્લા અઠવાડિયાથી આ કુટણખાનું ચલાવતો હોવાનું રટણ કરી રહ્યો છે.
તે ગ્રાહકદીઠ રૂા. 2 હજાર લઈ તેમાંથી રૂપલલનાને રૂા.1 હજા2 આપતો હતો. જ્યારે રૂપલલના મહારાષ્ટ્ર અને આસામ પંથકની છે.જેને પોલીસ દ્વારા સાક્ષી બનાવાઈ છે.હાલ મહિલા પોલીસના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંટે ચારેય સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એ ડિવિઝન પોલીસ મથકે મોકલવા તજવીજ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે જ્યારે રાજકોટ પોલીસની ટીમે હોટલમાં રેઇડ પાડી ત્યારે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા.તેમજ હોટેલમાંથી અમુક લોકો નાસી જવા પ્રયાસ કરતા હતા જોકે પોલીસે તેઓને પકડી લીધા હતાં.
હાલ મહિલા પોલીસ મથકમાં યુવતીઓને લઈ જવામાં આવતા તેઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સ્પષ્ટ થયું હતું.તેમજ યુવતી સિવાય તેની સાથે પકડાયેલા ચાર શખ્સોમાંથી એક શખ્સ દલાલની ભૂમિકા ભજવતો હતો તે જ ગ્રાહકને હોટેલ સુધી ખેંચી લાવતો હતો.જોકે મહિલા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ સહિતના સ્ટાફે ચારેય યુવતીને સાક્ષી બનાવવા તજવીજ આદરી છે.ઉલ્લેખનીય છે કે,નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી માટે આ સ્વરૂપવાન યુવતીઓને આ હિલસ્ટોન હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.