ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન ઘટશે
બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, સિક્કિમ, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં હજુ એક-બે દિવસ લૂની સ્થિતિ રહેશે. મધ્ય ભારત અને તેની આસપાસના વિસ્તારો તેમજ પૂર્વ ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં લૂની સ્થિતિ સમાપ્ત થઇ ગઇ છે. એક તરફ અનેક રાજ્યોમાં વરસાદ તો બીજી તરફ દિલ્હીમાં સોમવારે લૂને લઇને યલો એલર્ટ અપાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં કોઇ વધારો નહીં થાય, જ્યારે આ સમય દરમિયાન તાપમાન બેથી ત્રણ ડિગ્રી ધીમી ગતીએ ઓછુ થતું જશે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં મેદાની વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂથી થોડી રાહત મળવાની આગાહી કરી છે. આઇએમડીએ સોમવારે જણાવ્યું હતું કે દિલ્હી-ગઈછ વિસ્તારમાં 16 અને 17 જૂને વરસાદની શક્યતાઓ છે. રવિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ હરિયાણામાં લૂની સ્થિતિ જોવા મળી હતી. આ સાથે જ દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દક્ષિણ પશ્ચિમ બિહાર અને ઉત્તર ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં લૂની સ્થિતિ ઉભી
થઇ હતી.