પીએમ મોદી અને ઈલોન મસ્ક અત્યાર સુધીમાં બે વખત મળ્યા છે
બંનેની મુલાકાત 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં થઈ હતી: આ પછી, જૂન 2023માં, બંને ન્યૂયોર્કમાં એક ઇવેન્ટમાં મળ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
અમેરિકાની ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. સમાચાર એજન્સી ’રોયટર્સ’એ સૂત્રોને ટાંકીને કહ્યું કે, મસ્ક 22 થી 27 એપ્રિલની વચ્ચે ભારત આવવાની યોજના બનાવી શકે છે. આ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળશે. આ સમય દરમિયાન, મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સ્થાનની જાહેરાત કરી શકે છે. મસ્ક કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
પરંતુ ટેસ્લાના માલિકે ડ પરની પોસ્ટ દ્વારા ભારતની મુલાકાત લેવામાં રસ દાખવ્યો છે. તેણે લખ્યું કે તે ભારત આવવા અને પીએમ મોદીને મળવા આતુર છે. ઉલ્લેખનીય છે કે, મસ્કની આ પહેલી ભારત મુલાકાત હશે. જો કે, પીએમ મોદી અને એલોન મસ્ક અત્યાર સુધીમાં બે વાર મળ્યા છે. બંનેની મુલાકાત 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં થઈ હતી. આ પછી, જૂન 2023 માં, બંને ન્યૂયોર્કમાં એક ઇવેન્ટમાં મળ્યા હતા.
- Advertisement -
સરકારે તાજેતરમાં નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EVપોલિસી) જાહેર કરી છે. એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા સહિત વિશ્વભરની અગ્રણી ઊટ કંપનીઓ દ્વારા આ નીતિ પર નજર રાખવામાં આવી રહી હતી. સરકારે ચોક્કસ સંખ્યામાં EV અથવા ઇલેક્ટ્રિક વાહનોની આયાત પરના ટેક્સમાં 85% સુધીનો ઘટાડો કર્યો છે. નવી EVપોલિસીમાં સૌથી વધુ ભાર વિદેશી રોકાણ ભારતમાં લાવવા પર રહેશે. આ ઉપરાંત ઈવી ટેક્નોલોજીના ઉત્પાદનમાં પણ ભારતને આગળ લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે. આમાં વિદેશી કંપનીઓએ ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.