એમીશનના કડક નિયમો લાગુ થતા વાહન માલીકો-ચાલકો પણ ‘સુધરી’ ગયા
વિશ્વમાં પ્રદુષણની સતત વધતી જતી સમસ્યા અને ખાસ કરીને મહાનગરોમાં વાહનોના ધુમાડા સહિતના કારણે જે કાર્બન ઉત્સર્જન થાય છે તેમાં ઘટાડો કરવામાં બ્રિટનના પાટનગર લંડનમાં પહેલ થઈ હતી તે રંગ લાવી રહી છે. લંડન હવે દુનિયાનું સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન (લો એમીશન) શહેર બની ગયું છે. લંડનમાં અલ્ટ્રા-લો એમીશન યોજનાનો અમલ થયો છે. બ્રિટનના એક સમયના વડાપ્રધાન બોરીસ જોન્સન જયારે લંડનના મેયર હતા
- Advertisement -
તે સમયે તેઓએ 2008માં આ યોજના દાખલ કરી હતી. જે બાદમાં એક બાદ એક મેયરે આગળ વધારી અને જે વાહન તેની નિશ્ર્ચિત માત્રા કરતા વધુ પ્રદુષણ છોડે તો તેના માટે 12.50 પાઉન્ડનો દંડ નિશ્ર્ચિત કરાયો હતો અને જુલાઈ-2023થી તેના પરિણામે દેખાવા લાગ્યા છે અને લંડન વિશ્વમાં સૌથી ઓછું પ્રદુષણ સર્જતું મહાનગર બની ગયું છે. ખાસ કરીને ડિઝલથી ચાલતા વાહનો માટે ટાર્ગેટ નિશ્ર્ચિત થયા હતા. હવે તે સ્થિતિ આસપાસના કારખાના કે અન્ય પ્રદુષણ છોડતા એકમો માટે લાગુ થઈ રહી છે.