જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાઓએથી 4800થી વધુ પ્રચારાત્મક લખાણો, બેનર, કટઆઉટ વગેરે દૂર કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી આચાર સંહિતાની અમલવારી અનુસાર અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 4800 થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
- Advertisement -
વિધાનસભા મત વિસ્તાર 68 રાજકોટ પૂર્વ માંથી જાહેર જગ્યામાંથી 852 અને અંગત માલિકીની જગ્યાઓએથી 268 કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. તે જ પ્રમાણે વિધાનસભા મત વિસ્તાર 69 રાજકોટ પશ્ચિમ માંથી જાહેર જગ્યામાંથી 913 અને અંગત જગ્યાઓએથી 74 કેસ, વિધાનસભા મત વિસ્તાર 70 રાજકોટ દક્ષિણ માંથી જાહેર જગ્યામાંથી 630 અને અંગત જગ્યાઓએથી 98 કેસ, વિધાનસભા મત વિસ્તાર 71 રાજકોટ ગ્રામ્ય માંથી જાહેર જગ્યામાંથી 111 અને અંગત જગ્યાએથી 11 કેસ, વિધાનસભા મત વિસ્તાર 72 રાજકોટ જસદણ માંથી જાહેર જગ્યામાંથી 808 અને અંગત જગ્યાઓએથી 179 કેસ, વિધાનસભા મત વિસ્તાર 73 ગોંડલ માંથી જાહેર જગ્યામાંથી 327 કેસ, વિધાનસભા મત વિસ્તાર 74 જેતપુર માંથી જાહેર જગ્યામાંથી 132 અને અંગત જગ્યાઓએથી 45 કેસ,વિધાનસભા મત વિસ્તાર 75 ધોરાજીમાંથી જાહેર જગ્યામાંથી 196 અને અંગત જગ્યાએથી 185 કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.