લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે સવારના 9 વાગ્યા સુધીના મતદાન ટકાવારીના આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા હતા. તે અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં 25 બેઠકો પર સરેરાશ 9.87% મતદાન થયું હતું. હવે 11 વાગ્યા સુધી મતદાન ટકાવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
બેઠક | 11 વાગ્યા સુધી |
અમદાવાદ પૂર્વ | 21.64% |
અમદાવાદ પશ્ચિમ | 21.15% |
અમરેલી | 21.89% |
આણંદ | 26.88% |
બારડોલી | 27.77% |
ભરૂચ | 27.52% |
બનાસકાંઠા | 30.27% |
ભાવનગર | 22.33% |
છોટા ઉદેપુર | 26.58% |
દાહોદ | 26.35% |
ગાંધીનગર | 25.67% |
જામનગર | 20.85% |
જૂનાગઢ | 23.32% |
ખેડા બેઠક | 23.76% |
કચ્છ બેઠક | 23.22% |
મહેસાણા | 24.82% |
નવસારી | 23.25% |
પોરબંદર | 19.83% |
પંચમહાલ | 23.28% |
પાટણ | 23.53% |
રાજકોટ | 24.56% |
સાબરકાંઠા | 27.50% |
સુરેન્દ્રનગર | 22.76% |
વડોદરા | 20.77% |
વલસાડ | 28.71% |
કઈ બેઠક પર વધુ અને કઈ બેઠક પર ઓછું મતદાન?
- Advertisement -
અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ પોરંબદરની બેઠક પર સૌથી ઓછું 19.83% મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર થયું હતું જ્યાંથી કોંગ્રેસના ચર્ચિત નેતા ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બનાસકાંઠામાં 30.27% મતદાન થયું છે.
ગુજરાતની કઈ બેઠક પર કેટલાં મતદાર?
માહિતી અનુસાર ગુજરાતમાં કઈ બેઠક પર કેટલાંં મતદારો છે તે તમને અહીં જાણવા મળી જશે. કુલ મતદારો સુરતને બાદ કરતાં 4.80 કરોડ આસપાસ થાય છે.