ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.22
અમરેલી-14 લોકસભાના ઉમેદવાર તરીકે ભરતભાઇ સુતરીયાએ પ્રચાર શરૂ કરી દેવામા આવ્યો છે. ત્યારે જાફરાબાદ પંથકના ગામડાઓમા પ્રવાસનું આયોજન કરવામા આવ્યું હતું. અને ઠેરઠેર ગામોડાઓમા લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભરતભાઇ સુતરીયાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામા આવ્યું. જાફરાબાદ તાલુકાના વાઢેર, બાબરકોટ, વરાહ સ્વરૂપ ગામ, ભાકોદર, લોઠપુર, લુણસાપુર, ચૌત્રા, વાઢ, મિતિયાળા, કડિયાળી, ધોળાદ્રી, દુધાળા સહિતના ગામડાઓમાં પ્રવાસ પૂર્ણ કર્યો હતો. ભરત સુતરીયાએ પ્રવાસ દરમ્યાન કહ્યું હતું કે, તમારાં ગામને જે પણ જરૂરિયાત હશે તે હું અને તમારા ધારાસભ્ય હીરાભાઇ સોલંકી સાથે મળીને પૂર્ણ કરશું. અને હું પણ એક ગામડામાંથી આવું છું મને ખબર છે ગામડાનું વ્યક્તિને શું છે અને તમારી શું સમસ્યા હોય છે. મોટા શહેરોમાંથી આવતા લોકોને ગામડામાં રહેતા લોકોની વ્યથાની ખબર નથી હોતી હું આપની જેમ જ નાનો માણસ છું. તમારે શું સમસ્યા છે તે મને ખબર છે જેથી આવનારા સમયમાં તમારા દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ. આપના વિસ્તારના તમામ કામો ધારાસભ્યો સાથે મળીને અમે પૂરા કરશું. અને કેન્દ્ર સરકારના જે કામો છે તે પણ અમે પૂર્ણ કરીશું.
- Advertisement -
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના ગામડાઓ સુધી નળ સે જળ, આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ પહોંચાડી છે. અને ફરી એકવાર કમળ ખીલે તે માટે અમરેલી લોકસભામાં બેઠક પર પ્રચાર પ્રસારની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અબ કી બાર 400 કે પાર ના સંકલ્પને સાર્થક કરવા માટે સમગ્ર જીલ્લાના ભાજપના ધારાસભ્યો, આગેવાનો- કાર્યકર્તાઓ દ્વારા અમરેલી લોકસભા સીટના ગામડાઓમાં લોકસંપર્ક શરૂ કરવામા આવ્યો છે. રાજુલા-જાફરાબાદના ગામડાઓમા લોકસભાનાં ઉમેદવાર ભરત સુતરીયા સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગામડાઓમાં સભાઓ ગજવી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન કમળરૂપી મતદાન ભરત સુતરીયાને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી.