કુતિયાણા વિધાનસભાના 236 બુથ માત્ર લોકસભાનું મતદાન થશે
એક બુથ પર 6 અને કુતિયાણા વિધાનસભામાં એક બુથ પર 5 કર્મીઓ બજાવશે ફરજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
આગામી 7 મી મેના રોજ યોજાનારી ચૂંટણી દરમિયાન પોરબંદર વિધાનસભાના 248 મતદાન મથકો પર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી બંને માટે મતદાન થશે અને કુતિયાણા વિધાનસભાના 236 બુથ પર માત્ર લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. પોરબંદર વિધાનસભામાં એક બુથ ઉપર 6 કર્મચારીઓ દરેક 2 મહિલા પોલીંગ ઓફિસર અને કુતિયાણા વિધાનસભામાં એક બુથ ઉપર 5 કર્મચારીઓ ફરજ બજાવશે. 83- પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે કુલ 484 બુથ સેક્ધડ રેન્ડમાઈજેશન બાદ 1339 કર્મચારીઓને ફરજ ફાળવવામાં આવું છે.
ઉપરાંત દરેક 2 મહિલા પોલિંગ ઓફિસર અને પટાવાળા સહિત કુલ 2933 કર્મચારીઓને ચૂંટણી ફરજ ફાળવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 484 બુથ ઉપર સેક્ધડ રેન્ડમાઈજેશન બાદ 1339 કર્મચારીઓમાં પ્રીસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વન, પોલિંગ ઓફિસર સહિતના કર્મચારીઓને ફરજ ફાળવાય છે. આ કર્મચારીઓમાં 1064 જેટલા મહિલાઓ અને 530 જેટલા પટાવાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકશાહીના આ મહાપર્વની ઉજવણી અંતર્ગત 7 મેના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર હોવાથી ચૂંટણી પૂર્વેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.