24મી જૂલાઈએ રમકડાં, ખાણી-પીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડીના પ્લોટની ફાળવણી ડ્રોથી કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આગામી તા.5 થી તા.9. સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા લોકપ્રિય લોકમેળાને “રસરંગ” નામ અપાયુ છે. આ લોકમેળાના નામકરણ અંગે 252 લોકોએ નામ માટે જિલ્લા વહીવટીતંત્રને સુચન મોકલ્યા હતા. જે પૈકી વિપુલભાઇ સંઘાણીએ સૂચવેલા નામ “રસરંગ” આ વર્ષના લોકમેળાના નામ તરીકે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પસંદ કર્યું છે.
- Advertisement -
આ લોકમેળામાં ધંધો-વ્યવસાય કરવા સ્ટોલ્સ કે પ્લોટ મેળવવા માટેના અરજીપત્રકનું વિતરણ 3 જુલાઈ 2023થી શરૂ થશે. તા.14 જુલાઈ 2023 સુધીમાં કામકાજના સમય દરમિયાન આ અરજીપત્રક ભરીને જમા કરાવી શકાશે.
લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર (રાજકોટ-1)કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તથા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જુની કલેક્ટર કચેરી ખાતેથી સવારે 11 થી બપોરે 4 વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે. ભરેલા અરજીપત્રકો નિયત સમય મર્યાદામાં ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન ખાતે સ્વીકારવામાં આવશે.

એ પછી 24મી જૂલાઈએ રમકડાં, ખાણી-પીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડીના પ્લોટની ફાળવણી ડ્રોથી કરવામાં આવશે. જ્યારે 25મી જૂલાઈએ ખાણીપીણીના મોટા પાંચ પ્લોટ તથા કોર્નરના 32 પ્લોટની ફાળવણી હરરાજીથી કરાશે. 26મી જૂલાઈએ યાંત્રિક શ્રેણીના વિવિધ પ્લોટની હરરાજીથી ફાળવણી તો 27મી જૂલાઈએ આઇસક્રીમના પ્લોટની ફાળવણી તથા 28મી જૂલાઈએ ફૂડ કોર્ટ તેમજ ટી-કોર્નરની ફાળવણી કરાશે. કુલ મળીને 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે.