રાજકોટ જિલ્લા પંચાયત હંમેશા ગ્રામ્ય વિસ્તારના લોકોની પડખે: ભૂપત બોદર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક યાદીમાં જણાવાયું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને આઠ વર્ષ પૂર્ણ થયા છે અને દેશમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન દ્વારા વિવિધ સેવાકાર્યો ચાલી રહ્યા છે ત્યારે હવેથી દર સોમવારે સવારે 11થી 12 દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયત ખાતે લોકદરબાર યોજાશે. આ તકે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ભૂપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, સહિતના તમામ હોદ્દેદારો પ્રજાના પ્રશ્ર્નો સાથે બેસી સાંભળશે અને આવેલ પ્રશ્ર્નોનો ત્વરિત નિકાલ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવશે, તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજા, સરપંચો, આગેવાનો સીધો સંપર્ક કરી પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકે અને પ્રશ્ર્નોનો નિકાલ સૌ સાથે મળીને લાવે તેવા ઉમદા હેતુથી વહિવટની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને સરળ બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે.