વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરુંને પ્રશાસનએ 9 તાળા મારીને સીલ મારી દીધો છે. તેની સાથે જ ભોંયરુંની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફને સોંપવામાં આવી છે. સીઆરપીએફના બે જવાનોને 24 કલાક સીલ કરવામાં આવેલા ભોંયરુંની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા. સીઆરપીએફના બે જવાનોની ડયૂટી શિફ્ટના ચોવીસ કલાકાના હિસાબે લાગેલા છે.
જો કે દરેક શિફ્ટમાં બે-બે જવાનો ત્યાં રખવાળીમાં હાજર રહેશે, જેથી શિંવલિંગને તેમના સ્થાન પર કોઇ નુકશાનના પહોંચાડી શકે. આ શિફ્ટમાં મંદિર સુરક્ષાના પ્રમુખ ડિપ્યુટી એસપી રેન્કના મંદિર સુરક્ષા અધિકારી અને સીઆરપીએફના કમાન્ડ ઔચક નિરીક્ષણ કરશે અને શિવલિંગને તેમના સ્થાને સુરક્ષિત રાખશે. કોર્ટના આદેશ પછી પ્રશાસનએ આ નિર્ણય કર્યો છે.
- Advertisement -
વારાણસી પ્રશાસના જણાવ્યા અનુસાર, ભોંયરુંને તેમના સ્થાન પર એક નાનુ સરોવર છે, જેમને સીલ મારવામાં આવ્યુ છે, કારણકે આ વિસ્તાર પહેલાથી જ લોખંડના બિરિકોટ અને જાળીઓથી ઘેરાયેલો છે. આ એજ જગ્યા છે, જયાં હિંદુ પક્ષએ શિવલિંગ મળવાનો દાવો કર્યો છે. જો કે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે ભોંયરુંમાં શિવલિંગ નહીં પરંતુ ફુવારો મળ્યો હતો.
બંને પક્ષ કરી રહ્યા છે અલગ અલગ દાવો
જ્ઞાનવાપીના મામલામાં જ્યાં હિન્દુ પક્ષ કહી રહ્યા છે કે, આકૃતિ સ્પષ્ટ બતાવી રહી છે કે, આ શિવલિંગ છે. તો વળી મુસ્લિમ પક્ષ કહી રહ્યો છે કે, ઉપરનો ભાગ સ્પષ્ટ કહી રહ્યો છે કે, તે ફુવારો છે. હિન્દુ પક્ષે તર્ક આપ્યો છે કે, આ એક જ પથ્થરમાંથી બનેલી રચના છે. શિવલિંગ આવી જ રીતે બને છે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે, હાલમાં કેવી રીતે નક્કી થાય કે, આ એક જ પથ્થરમાંથી બનેલું છે.