ચીનના એક શહેરમાં કોરોનાનો માત્ર એક કેસ આવતાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
ચીનના એક શહેરમાં કોરોનાનો માત્ર એક કેસ આવતાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. હેનન પ્રોવિન્સના વુગંગમાં સોમવારથી ત્રણ દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક સરકારે જણાવ્યું હતું કે ત્રણ લાખની વસ્તી ધરાવતા આ શહેરના તમામ નાગરિક માત્ર કોરોનાની ટેસ્ટ માટે જ ઘરની બહાર નીકળી શકશે.
- Advertisement -
પહેલી વખત ચીને કોરોનાના એક કેસને કારણે આખા શહેરમાં લૉકડાઉન લાદ્યું છે. જોકે આ દેશ થોડા ઘણા કેસ આવે તો પણ તાત્કાલિક અને આકરાં પગલાં લેવા માટે જાણીતો છે. વાસ્તવમાં શાંઘાઈમાં કેસ વધવા લાગતાં શરૂઆતમાં ઢીલાશ રાખવામાં આવી હતી જેને લીધે સ્થિતિ એવી સર્જાઈ કે અઢી કરોડ નાગરિકને બે મહિના સુધી તેમના ઘરમાં રહેવાની ફરજ પડી હતી. એ પછી આકરાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.