ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢશહેરના વોર્ડ નં. 9 માં આવેલા કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે મનપા કોર્પોરેટર અશ્વિનભાઈ ભરાઈ અને સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વોર્ડ નં. 9માં આવેલા સંવેદનશીલ વિસ્તારો જેવા કે ઉપરકોટ વિસ્તાર, ગોધાવાવની પાટી, ગિરનાર દરવાજા, ભરડા વાવ, ગાયત્રીનગર, કેલાશ નગર, કુંભારણી વાડી, વાંઝાવાડા, ગણેશ નગર, ઉપલા દાતાર રોડ, કડીયાવાડ વગેરેમાં અશાંત ધારો લાગુ કરવો અત્યંત જરૂરી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, આ વિસ્તારોમાં મિલકતની ખરીદ-વેચાણ કરવા અંગે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ જાળવવા વિનંતી છે. આ ઉપરાંત, આ રજૂઆત સાથે ભૂતકાળમાં નોંધાયેલ ફરિયાદ ક્રમાંકો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય ભવનાથ વિસ્તારની શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનો છે, જેને રાષ્ટ્રીય સ્તરે પણ ઉચ્ચ આદર્શ તરીકે ઓળખવામાં આવે છે. આ રજૂઆત પર જૂનાગઢના કલેક્ટર સાહેબ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.