ભારે વાહન નીકળવાને લીધે રાહદારીઓને અકસ્માતનો ભય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રાથી નારીચાણા ગામ સુધીનો રોડ પહોળો કરવા છેલ્લા કેટલાય સમયથી માંગ ઉઠી રહી છે. રાવળીયાવદર, નારીચાણા, જસાપર, ભેચડા સહિતના ચારથી વધુ ગામોને ધ્રાંગધ્રા ખાતે આવવા અને જવા માટે એક માત્ર રોડ છે જે સિંગલ પટ્ટી રોડ હોવાથી અહીંના ગ્રામજનો અને રાહદારીઓને માર્ગ પરથી નીકળવા માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. અહીં મોટાભાગે ભારે વાહનો બેલ્ટ હોવાના લીધે સિંગલ પટ્ટી રોડ પર સામે આવતું નાનું વાહન ફરજિયાતપણે રોડની નીચે ઉતરવું પડે છે. તેવામાં નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજીનું ધાર્મિક મંદિર હોવાથી અહીં શ્રધ્ધાળુઓ પણ દૂર દૂરથી દર્શને આવે છે જે શ્રધ્ધાળુઓ વાહન લઈને આવતા રોડની પહોળાઈ ખૂબ જ ઓછી હોવાના લીધે અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે. ધ્રાંગધ્રા નારીચાણા સુધીનો માર્ગ પહોળો કરવા માટે જસાપર, ભેચડા અને નારીચાણા ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ચારેક વર્ષથી વારંવાર તંત્રની સાથે ધારાસભ્ય અને સંસદસભ્ય સુધીનાઓને લેખિત રજૂઆત કરી છે ત્યારે ધ્રાંગધ્રાથી નારીચાણા સુધીનો રોડ પહોળો થાય તેવી ત્રણ ગામના ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવી છે.
- Advertisement -



