ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
મૂળી તાલુકાનાં નાડધ્રી ગામ પાસે છેલ્લા બે વર્ષથી ચાલતા પુલનાં કામથી સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે અને ઝડપથી કામગીરી પુર્ણ કરવા માંગ કરી રહ્યા છે જયારે વરસાદ સમયે રસ્તો બંધ થઇ જતો હોવાથી અનેક સમસ્યા ભોગવવી પડી રહી છે.
મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી સરકારી કામગીરી જાણે હોતે હૈ ચલતી હૈ જેમ થતી હોય તેમ લાગી રહ્યુ છે કારણકે મૂળીનાં નાડધ્રી ગામ પાસે છેલ્લા બે વર્ષથી પુલની કામગીરી ચાલી છે જે હજુ પુર્ણ થઇ ન હોવાથી વાહનચાલકો ખુબજ પરેશાની ભોગવી રહ્યા છે જયારે વરસાદ સમયે ડ્રાઇવર્ઝન માં પાણી આવી જતુ હોવાથી નાડધ્રી સહિતનાં ગામો સંપર્ક વિહોણા બની જાય છે જેથી લોકોને ભારે મુશ્ર્કેલી પડી રહી છે જેથી જવાબદાર તંત્ર દ્રારા તપાસ કરી પુલનું કામ ઝડપથી પુર્ણ અને ગુણવતા યુક્ત થાય તે માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક વેરશીભાઇએ જણાવ્યુ હતુકે આ પુલનું કામ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહ્યુ છે કામ પણ યોગ્ય નથી થઇ રહ્યુ જે અંગે મેં અગાઉ લેખિત રજુઆત કરી છે ત્યારે તંત્ર દ્રારા કામગીરી થાય તેવી માંગ છે.
મૂળી તાલુકાનાં નાડધ્રી ગામ પાસે છેલ્લા બે વર્ષથી ચાલતા પુલનાં કામથી સ્થાનિકો પરેશાન
