રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશ પટેલે મુખ્યમંત્રીને કરી રજૂઆત
માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છતાં કોન્ટ્રાક્ટર મનમાની કરી રહ્યાનો લોકોનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.8
વેલ ધાતરવડી ડેમ-1માંથી રાજુલા-જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી મળી રહ્યું છે. અહીં ડેમમાંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પાઇપલાઇન નાખવા માટે ૠઞઉઈ વિભાગ દ્વારા પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પાઇપલાઇનની કામગીરીમાં એજન્સી દ્વારા કોઇપણ જાતના સેફ્ટી કે સાઇન બોર્ડ મારવામાં આવ્યા નથી. અને પોતાની મનમાની થી એજન્સી કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. તેમજ સ્ટેટ હાઇવેનો પણ રોડ તોડી પાડીને પાઇપલાઇનની કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ કેવા પ્રકારની કોન્ટ્રાક્ટની કામગીરી કહેવાય કે સ્ટેટ હાઇવેનો રોડને તોડી પાડીને પાઇપલાઇનની નાખવામાં આવી રહી છે. ગંભીર બેદરકારીથી કામગીરી થતાં સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ કરતા રાહદારીઓને અને વાહનચાલકો રોડની બાજુમાંથી પસાર થતાં ભયભીતમાં મુકાયા છે વાહનચાલકો પણ રોષે ભરાયાં છે. અહીં આ માર્ગ ધારેશ્વરથી વાવેરા થઇને વીજપડી સુધી જોડતો માર્ગ છે. જેથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. અને ડબલ પટીનો રોડ છે જે હવે સિંગલ પટી થઈ ગયો છે જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે માટીના પાળાઓ હોવાથી અને સિંગલ પટ્ટી હોવાને કારણે થોડા દિવસ પહેલા જ બે બાઇકો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તો આ નું જવાબદાર કોણ રેહશે? શું આવી જ રીતે ગંભીર બેદરકારીથી કામગીરી થતી રહેશે ખરા? શું આ એજન્સી દ્વારા શા માટે સેફ્ટી કે સાઇન બોર્ડ કેમ નથી લગાવ્યા ? શું આ કોન્ટ્રાકટર પોતાની મનમાની થી જ કામગીરી કરતા રહેશે સહિત વિવિધ સવાલો ઉઠી રહ્યાં છે.
- Advertisement -
માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રાઇવેટ એજન્સીને નોટીસ ફટકારી છે. છતાં આ એજન્સીના કોન્ટ્રાક્ટરો પોતાની મનમાનીથી કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, ૠઞઉઈ વિભાગ દ્વારા પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર મારફત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગે સ્થળ ઉપર જઇને કામગીરી અંગે સાઈડમાં પાણીની પાઈપલાઈન નાખવા જણાવ્યુ હોય અને આ અંગે નોટીસ પણ પાઠવવામાં આવી હોય તેમ છતાં કોન્ટ્રાકટરના મનસ્વી વર્તન અને રોડની બાજુમાં જગ્યા હોવા છતાં પણ રોડ તોડી નાખી ખોદકામ કરી પાણીની પાઈપ લાઈન નાખવામાં આવે છે. આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલા લઈ જેટલું નુકસાન પહોંચાડ્યુ છે તેની વસુલાત કરવામા આવે તેવી જીગ્નેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.